જે દીકરાને જન્મ દિવસ ઉપર માતા-પિતા સોંપવા માંગતા હતા વ્યવસાયની જવાબદારી, એ દીકરાનું જ બર્થ ડેના એક દિવસ પહેલા થયું મોત

ચાર ચાર મિત્રોના દુઃખદ મોતના કારણે આખું ગામ હીબકી ચઢ્યું, એકનો તો બીજા દિવસે હતો જન્મ દિવસ, માતા-પિતા સોંપવા માંગતા હતા વ્યવસાયની જવાબદારી

દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું સંતાન તેમના વ્યવસાયને આગળ વધારે. પરંતુ ઘણીવાર કાળને કંઈક બીજું જ મંજુર હોય છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જેમાં દીકરાના જન્મ દિવસ ઉપર તેના માતા-પિતા તેને વ્યવસાયની જવાબદારી સોંપવા માંગતા હતા, પરંતુ જન્મ દિવસના આગળના દિવસે જ દીકરો દુનિયા છોડીને હંમેશને માટે ચાલ્યો ગયો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના ભરપતપુર કામાંના પાંચ વ્યાપારી મિત્રો કારમાં સવાર થઈને ફરવા માટે નીકળ્યા હતા. તેમને ઉદયપુરથી ઉજ્જૈન જવાનું હતું. રસ્તામાં ટોંક જિલ્લાના દેવલી પાસે શુક્રવારની મોદી રાત્રે કાર એક ટ્રેકટર સાથે અથડાઈ ગઈ. ચાર મિત્રો, અરિહંત જૈન, દિવાકર શર્મા, હેમંત અગ્રવાલ અને કૃષ્ણા સૈનીનું મોટ થઇ ગયું, જયારે પાંચમો મિત્ર ઘાયલ થઇ ગયો, હજુ પણ તનેય હાલત ગંભીર છે.

એક ઓગસ્ટના રોજ જ અરિહંતનો જન્મ દિવસ હતો. રાજસ્થાનની લેક સીટી ઉદયપુરમાં જન્મ દિવસની પાર્ટી પણ રાખવામાં આવી હતી. અને પછી મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલનો દર્શનક કરીને જન્મદિવસના ખાસ અવસર ઉપર તેના માતા પિતા તેને વ્યવસાયની જવાદારી સોંપીને સરપ્રાઈઝ આપવા માંગતા હતા.  પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજુર હતું. જન્મ દિવસના એક દિવસ પહેલા જ દીકરો દુનિયા છોડીને ચાલ્યો ગયો.

શનિવારના રોજ જ્યારે ચારેય મિત્રોના શબ કામાં પહોંચ્યા ત્યારે ગામની અંદર કોહરામ મચી ગયો હતો. ચારેય મિત્રોની લાશો જોઈને સૌના મોઢામાંથી એક ચીસકારી નીકળી ગઈ હતી. શબયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. વેપારીઓએ પણ તે દિવસે પોતાની દ્કાનો બંધ રાખી હતી.

Niraj Patel