IPL પહેલા ક્રિકેટ જગતમાં શોક : વધુ એક દિગ્ગજ ખેલાડીએ કહ્યુ દુનિયાને અલવિદા- ડેબ્યુ મેચમાં જ કરી હતી કમાલ

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સૈયદ આબિદ અલી નખી રહ્યા, પોતાની ડેબ્યુ મેચમાં કરી હતી કમાલ

ટીમ ઇન્ડિયાના પૂર્વ ધાકડ ઓલરાઉન્ડરનું નિધન, ડેબ્યુ ટેસ્ટમાં જ ખોલી દીધો હતો પંજો, 2 ટીમના કોચ પણ રહ્યા

પોતાની બહુમુખી પ્રતિભા અને કુશળ ફિલ્ડિંગ માટે જાણીતા ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સૈયદ આબિદ અલી હવે આ દુનિયામાં નથી રહ્યા. લાંબી બીમારી બાદ બુધવારે તેમનું અવસાન થયું. તેઓ 83 વર્ષના હતા. સૈયદ આબિદ અલી હૈદરાબાદના પ્રખ્યાત ક્રિકેટરોના ગ્રુપના ભાગ હતા જેમાં એમએકે પટૌડી, એમએલ જયસિંહા અને અબ્બાસ અલી બેગનો સમાવેશ થતો હતો. તેમનું અમેરિકામાં અવસાન થયું.

આબિદ અલીના નિધનના સમાચાર નોર્થ અમેરિકન ક્રિકેટ લીગ (NACL) દ્વારા શેર કરવામાં આવ્યા હતા. આબિદ અલીએ ડિસેમ્બર 1967માં ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ ઇનિંગમાં 55 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ જ શ્રેણીમાં, તેમણે પોતાની બેટિંગ ક્ષમતા પણ બતાવી અને સિડની ટેસ્ટમાં 78 અને 81 રનની ઇનિંગ્સ રમી.

આબિદ અલીએ 1967 થી 1974 વચ્ચે ભારત માટે 29 ટેસ્ટ રમી જેમાં તેણે 1018 રન બનાવ્યા અને 47 વિકેટ લીધી. તેઓ ક્રિકેટ વચ્ચે તેજ દોડવા માટે જાણિતા હતા અને પોતાના સમયના સૌથી શ્રેષ્ઠ ફિલ્ડરોમાંના એક હતા. આબિદ અલી પાસે એક દુર્લભ વિશિષ્ટતા પણ હતી. તેમણે ઘણી મેચોમાં ભારત માટે બેટિંગ અને બોલિંગ બંનેની શરૂઆત કરી.

તેમણે 1968 માં ન્યુઝીલેન્ડ સામે બે વાર, 1969 માં ત્રણ વાર ઘરઆંગણે અને 1971 માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર બે વાર આ સિદ્ધિ મેળવી હતી. તેમની વનડે કારકિર્દી ટૂંકી પણ ઐતિહાસિક રહી. આબિદ અલી 1974 માં હેડિંગ્લી ખાતે ઈંગ્લેન્ડ સામે પહેલી વનડે રમનાર અજિત વાડેકરની આગેવાની હેઠળની ભારતીય ટીમનો ભાગ હતા. તે 55 ઓવરની મેચ હતી, જેમાં ભારત હારી ગયું હતુ. અલી 1975માં પ્રથમ ODI વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનો ભાગ હતો અને તેમણે ત્રણ મેચ રમી હતી.

ODI ફોર્મેટમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન ન્યુઝીલેન્ડ સામે હતું, જ્યાં તેમણે 98 બોલમાં 70 રન બનાવ્યા હતા. આબિદ અલીએ પાંચ વનડે મેચમાં 93 રન બનાવ્યા અને 7 વિકેટ ઝડપી. સ્થાનિક સ્તરે, તેમણે 212 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી જેમાં તેમણે 8732 રન બનાવ્યા જેમાં 173* અણનમ રનનો સર્વોચ્ચ સ્કોર સામેલ છે. તેમણે 23 રન આપીને 6 વિકેટના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે 397 વિકેટ પણ લીધી.

Shah Jina