કોરિયનો પંજાબી બોલે છે, આફ્રિકનો હિન્દી ગીતો પર ડાન્સ કરે છે, જુઓ વિદેશીઓનો ભારત પ્રેમ
સોશિયલ મીડિયા પર દરરોજ અનોખી પ્રતિભા જોવા મળે છે. જેમાં ઘણી વખત વિદેશીઓ હિન્દી, ભોજપુરી અથવા તો પંજાબી જેવી ભાષાઓ બોલતા અથવા તે ભાષાના ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર આવા અનેક વીડિયો વાયરલ થાય છે. આ જોઇએ તો ખ્યાલ આવે કે વિદેશમાં લોકો ભારતીય સંસ્કૃતિને કેટલો પ્રેમ કરે છે ઘણા વિદેશીઓ એવા છે જેઓ ભારતીય કપડાં અને ખાવાના દિવાના છે.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @desi_Koreanમાં કોરિયન માતા-પુત્રની જોડી પંજાબી બોલે છે. બંનેના એક વીડિયોમાં છોકરો તેની માંને પૂછે છે – મા તૈનુ પંજાબી આન્દી હૈ ? જે બાદ તેની માતા હા કહે છે. પછી છોકરો પૂછે છે કે તમારી મનપસંદ ફિલ્મ કઈ છે… કેરી ઓન જટ્ટા? તો આના પર માતા કહે છે – મૈનુ પસંદ હૈ પરદેશી પરદેશી જાના નહિ… આ સિવાય પણ આ માં-દીકરાના ઘણા વીડિયો એવા છે જેમાં તેઓ જબરદસ્ત પંજાબી બોલતા જોવા મળે છે.
View this post on Instagram
તેમની પોસ્ટ પર ભારતીયો પણ અદ્ભુત કોમેન્ટ કરે છે. કેટલાક કહે છે કે તે પંજાબીઓ કરતાં તે વધુ સારી પંજાબી બોલે છે. તો કોઈ કહે કે લાગે છે કે આ તેમની માતૃભાષા છે. @namastejulie નામના એકાઉન્ટ પર એક જર્મન છોકરી અસ્ખલિત હિન્દી બોલતી જોઈ શકાય છે. આ મહિલાનું નામ જુલી શર્મા છે. ભારતીય યુવક સાથે લગ્ન કર્યા બાદ જુલી ભારતમાં સ્થાયી થઈ છે અને તે તેની સાસુ અને સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે.
View this post on Instagram
જુલીના વિડિયોમાં તે સલવાર સૂટમાં ખેતરમાં કામ કરતી જોઇ શકાય છે અને તે હિંદી પણ બોલતી જોવા મળે છે. જુલીના ઈન્સ્ટાગ્રામ પર 1M ફોલોઅર્સ પણ છે. અમેરિકાની રહેવાસી જેસિકા કુમાર @indiawithjessica ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા વીડિયો શેર કરે છે. તે બિહારમાં રહે છે. ભારતીય ભોજન રાંધે છે અને લોકોને હિન્દી બોલતા શીખવે છે. તેના કેટલાક વીડિયોમાં તે ભોજપુરી બોલતા, કોઈપણ ભાષાના અવરોધ વિના શાકભાજી માર્કેટમાંથી શાકભાજી ખરીદતા જોઈ શકાય છે.
View this post on Instagram
જેસિકાના ઇન્સ્ટા પર 124K ફોલોઅર્સ છે. @naina.wa નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જર્મનીની નીના માત્ર અને માત્ર હિન્દી ગીતો પર ડાન્સ કરતી જોઈ શકાય છે. તે મોટાભાગે ભારતીય કપડાં પહેરે છે અને હિન્દી ડાયલોગના વીડિયો પણ બનાવે છે. ક્યારેક તે સ્ટેજ શો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર નીનાના 60.8K ફોલોઅર્સ છે અને તેના વીડિયો ખૂબ વાયરલ થાય છે. ઘણા પ્રસંગોએ નીનાએ જણાવ્યું હતું કે તે બાળપણથી જ ભારતીય સંગીત અને નૃત્ય પ્રત્યે પાગલ છે.
View this post on Instagram
રશિયાની રહેવાસી Ekaterina Ramanનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @foreignerinIndia છે. તેના પર તે દાળ અને લિટ્ટી ચોખા જેવા તેના દેશી ફૂડ બનાવતા ઘણા વીડિયો શેર કરે છે. તે ભારતમાં રહે છે અને ભારતીય સંસ્કૃતિની ચાહક છે. તેની ઝલક તેના લગભગ દરેક વીડિયોમાં જોવા મળે છે. તે દેશી છોકરીઓની જેમ જ સલવાર સૂટ, સાડી, ઈયરિંગ્સ પહેરે છે. આ સિવાય મોટાભાગના લોકો ઓસ્ટ્રેલિયાના @ianwoolford ને પણ જાણે છે.
View this post on Instagram
તેઓ હિન્દીના પ્રોફેસર છે અને તેમને હિન્દી કવિઓ અને કવિતાઓનું સારું જ્ઞાન છે. આફ્રિકન ડાન્સર કિલી પોલ એક સોશિયલ સ્ટાર અને કન્ટેન્ટ સર્જક છે. કિલી પોલને હવે કોઇ ઓળખની જરૂર નથી. તે હિન્દી ફિલ્મના ગીતો પર લિપસિંગ વીડિયો અને ડાન્સ કરતો જોવા મળે છે. ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલા કિલી પોલના ઈન્સ્ટાગ્રામ પર 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આયુષ્માન ખુરાના, ગુલ પનાગ, રિચા ચઢ્ઢા જેવા ઘણા કલાકારો તેને ફોલો કરે છે.
View this post on Instagram