ભાવતાલનો ગુરુ ! નવા બેગના દુકાનદારે માંગ્યા 1200 રૂપિયા- આ વિદેશીએ જેટલામાં ખરીદ્યુ તે જોઇ લોકો હેરાન ગઇ ગયા…

ભાવ-તાલની કળા ભારતીયોના લોહીમાં છે ! શાકભાજી વેચનાર પાસેથી મફતમાં કોથમીર અને મરચું મેળવવાથી લઇને પાણીપુરી ખાધા પછી પપડી એટલે કે કોરી પકોડી લેવા સુધી… આવી સ્થિતિમાં માર્કેટ હોય કે પછી મંગળવાર, બુધવાર, સોમવાર કે શુક્રવારનું બજાર… આપણે એક જ ભાવે સામાન નથી ખરીદી કરતા. આ જ કારણ છે કે કેટલાક દુકાનદારો બોર્ડ પણ લગાવે છે – ફિક્સ ભાવ, અમે ભાવતાલ કરતા નથી.

જો કે તમે ભારતીયોને બહુ ભાવ-તાલ કરતા જોયા હશે, પરંતુ સોશિયલ મીડિયા પર એક વિદેશી વાયરલ થઈ રહ્યો છે, જેણે ભાવ-તાલના મામલે મધ્યમ વર્ગની મહિલાઓને પણ પાછળ છોડી દીધી. તે ફૂટપાથ પરથી નવી બેગ ખરીદવા માંગે છે. દુકાનદાર તેને 1200 રૂપિયા કહે છે. જે ભાવે તે વ્યક્તિ તેને ખરીદે છે તે ખરેખર ચોંકાવનારુ છે. આ વીડિયો લગભગ 1 મિનિટનો છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વિદેશી વ્યક્તિ ફૂટપાથ પરથી બેગ ખરીદે છે અને દુકાનદાર વિદેશીને 1200 રૂપિયા કહે છે.

જો કે આના પર વિદેશી નાગરિક કહે છે કે તે ખૂબ મોંઘી છે. જ્યારે દુકાનદાર તેને પૂછે છે કે તે કેટલા આપશે તો વિદેશી બિંદાસ 200 રૂપિયા કહે છે. આના પર દુકાનદારનું મોં બની જાય છે અને વિદેશી પોતાનું ચલાવે છે.પછી શું શરૂ થાય છે ભાવ-તાલ. આખરે બંને 350 રૂપિયા પર સંમત થાય છે. વિદેશીની આ ભાવ-તાલની કળા જોઈને યુઝર્સ પ્રભાવિત થઇ રહ્યા છે. આ વીડિયો @introvert_hu_ji દ્વારા 19 ડિસેમ્બરે પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેના કેપ્શનમાં લખવામાં આવ્યુ- ભાઈની ભાવ-તાલની કુશળતા મારા કરતા સારી છે.

Previous Article

સવારે ઉઠતા જ બ્રશ કર્યા પહેલા ચાવી લો આ પત્તા, દાંતોની પીળાશ થશે દૂર !

Next Article

અમદાવાદના ચાંદખેડામાં AMTS બસ પાછળ ઘુસી લક્ઝરી મહિન્દ્રાની XUV કાર, મોટો ખુલાસો, જાણો

error: Protected Content!