રોડ ઓર જઈ રહ્યો તો વરઘોડો, બાજુમાં ઉભેલી વિદેશી મહિલાઓને પણ થઇ ગયું મન ડાન્સ કરવાનું, અને પછી જે થયું તે… જુઓ વીડિયોમાં

વિદેશી મહિલાઓને પણ ભારતીય વરઘોડો જોઈને થઇ ગયું નાચવાનું મન, ગીતના શબ્દો સમજ્યા વગર જ સંગીતના તાલે ઝૂમવા લાગ્યા, જુઓ વીડિયો

Foreign Women Dance On Bhojpuri Song : આપણા દેશમાં લગ્ન હોય અને તેમાં વરઘોડો અને ડાન્સ ના હોય એવું તો ભાગ્યે જ બનતું હોય છે. ભારતીય લગ્ન ફક્ત ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં પ્રચલતી છે અને જયારે પણ રસ્તા પર કોઈના લગ્નનો વરઘોડો નીકળે છે ત્યારે જોવા વાળાના ટોળા લાગી જતા હોય છે, વરઘોડામાં જાનૈયાઓ મન મૂકીને ઝુમતા હોય છે અને તેમને જોઈને દરેક વ્યક્તિને નાચવાનું મન થઇ જતું હોય છે. ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે, જેમાં વિદેશી મહિલાઓ વરઘોડામાં નાચી રહી છે.

વિદેશી મહિલાઓ કર્યો ડાન્સ :

આજકાલ લગ્નોમાં અલગ અલગ ગીતો ખુબ જ વાગતા હોય છે. જેમ ગુજરાતમાં ટીંબલી લોકપ્રિય છે તેમ યુપીમાં ભોજપુરી ગીતો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. લેટેસ્ટ વીડિયો લખનઉનો હોવાનું કહેવાય છે. અહીં રસ્તા પરથી એક વરઘોડો પસાર થઈ રહ્યો. ત્યારે રસ્તામાં ઉભેલી વિદેશી મહિલાઓને પણ વરઘોડામાં જોડાવવાનું મન થયું.

ભોજપુરી ગીત પર નાચી :

અને પછી વિદેશી મહિલાઓ પણ વરઘોડામાં નાચતી જોવા મળી.  ભલે તે ગીતના શબ્દો સમજી ન શક્યા, પરંતુ સંગીતે તેને ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધું. આ જ કારણ છે કે આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો જોવાઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સરઘસ રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે. વિદેશી મહિલાઓનું ટોળું પણ હાજર છે. ડીજે ફુલ બાસ પર ભોજપુરી ગીતો વગાડી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sachin Patel (@scorpio_lover_0808)

લાખો લોકોએ જોયો વીડિયો :

વિદેશીઓ ગીતને સમજી શકતા નથી, પરંતુ તેઓ શક્તિશાળી સંગીત પર નાચતા હોય છે. જ્યારે કેટલાક આ અદ્ભુત ક્ષણને કેમેરામાં કેદ કરતા જોવા મળે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @scorpio_lover_0808 પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ અને 2 લાખ 23 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. આ ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel