સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સી જીવે છે શાનદાર અને લગ્ઝરી લાઇફ, તસવીરો જોઇ આંખો ભરાઇ જશે

સોનાનો આઈફોન…પ્રાઇવેટ જેટ, હોટલ્સ, લગ્ઝરી કારો, આવી છે ફૂટબોલ સ્ટાર મેસ્સીની લાઇફસ્ટાઇલ

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનલ મેસ્સી બાર્સિલોના ક્લબ તરફથી રમતા રહ્યા છે પરંતુ આ ક્લબે તેમનો કોન્ટ્રાક્ટ આગળ વધાર્યો નહિ, જે બાદ તેઓનો બાર્સિલોના ક્લબ સાથે 21 વર્ષ જૂનો સંબંધ ખત્મ થઇ ગયો. મોર્ડન સમયના સૌથી મશહૂર ફૂટબોલર્સમાંના એક મેસ્સી ખૂબ જ લગ્ઝરી લાઇફ જીવે છે. દુનિયાભરના ફુટબોલ ખેલાડીઓની લગ્ઝરી લાઇફસ્ટાઇલ રહી છે પરંતુ મેસ્સી તુલનાત્મક રીતે થોડી સિંપલ લાઇફ જીવવાની પસંદ કરે છે.

મેસ્સી આમ તો આર્જેન્ટિનામાં જન્મ્યા છે પરંતુ બાર્સિલોના ક્લબ માટે છેલ્લા ઘણા વર્ષોથી રમતા હતા જેને કારણે તેમણે સ્પેનમાં જ પોતાનું ઘર અને બિઝનેસ બનાવેલો છે. બાર્સિલોનાના Castelldefels સ્થિત મેસ્સીનું ઘર ઘણુ જ ખૂબસુુરત છે. આ ક્ષેત્ર પૂરી રીતે નો-ફ્લાઇ ઝોન પણ છે. મેસ્સીના ઘરમાં એક નાની ફૂટબોલ પિચ, સ્વીમિંગ પુલ, ઇંડોર જિમ અને તે ઉપરાંત બાળકો માટે પ્લેગ્રાઉન્ડ પણ છે. આ ઘર સામે જ બાલેરિક સમુદ્રને જોઇ શકાય છે. આ સ્પેશિયલ સી-વ્યુ વાળા ઘરની કિંમત 5.5 મિલિયન પાઉન્ડ્સ એટલે કે લગભગ 55 કરોડ રૂપિયા છે.

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસ્સી સોથી વધારે કમાણીના મામલે બીજા નંબરના ખેલાડી છે. ફોર્બ્સની વર્ષ 2021ની અમીર ખેલાડીઓની લિસ્ટ અનુસાર તેમણે 130 મિલિયન ડોલર એટલે કે 9 અરબ 56 કરોડ 30 લાખ 86 હજાર રૂપિયા કમાયા છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર આયરલૈંડના મિક્સડ માર્ટિયલ આર્ટ્સ કોનોર મૈકગ્રેગર છે.

લિયોનેલ મેસ્સી પાસે એક પ્રાઇવેટ જેટ છે, જેમાં એક કિચન, 2 બાથરૂમ અને 16 લોકોને બેસવા માટેની સુવિધા છે. આ ઉપરાંત આ જેટમાં કેટલીક એવી ખુરશીઓ છે જેને ફોલ્ડ કરી 8 બેડ્સમાં કન્વર્ટ કરી શકાય છે. જો કે, આજ તકના રીપોર્ટ અનુસાર આ પ્રાઇવેટ જેટને તેમણે ખરીદ્યુ નથી પરંતુ લીઝ પર લીધુ છે.

મેસ્સીના  પ્રાઇવેટ જેટની કિંમત 1 અરબ 23 કરોડ રૂપિયા છે. મેસ્સીએ પોતાના પ્રાઇવેટ જેટના પાછળના ભાગમાં નંબર 10 પણ લખાવ્યો છે. આ જેટને આર્જેન્ટિનાની એક કંપનીએ તૈયાર કર્યુ હતુ અને આ પર મેસ્સીની પત્ની એંટોનેલા અને તેેમા બાળકો થિયાગો, સિરો અને મતેઓના નામ પણ લખેલા છે.

મીડિયા રીપોર્ટ અનુસાર મેસ્સી પાસે સોનાનો આઇડિઝાઇન આઇફોન XS છે. આ ફોન પર તેનું નામ અને જર્સી નંબર અને પત્ની તેમજ ત્રણેય બાળકોના નામ પણ લખેલા છે. આ ફોનને આઇડિઝાઇન ગોલ્ડ કંપનીએ તૈયાર કર્યો છે. આ ફોન 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. આ ફોનની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે.

મેસ્સી પાસે ઘણી લગ્ઝરી કારો છે તેમને ખાસ માસેરાટીની કાર પસંદ છે. તેમની પાસે ગ્રેનટૂરિઝમો એસ અને ગ્રેનટૂરિઝમો એમસી સ્ટ્રેડલ મોડલ્સ છે. આ ઉપરાંત તે ઘણીવાર ફેરારી એફ 43 સ્પાઇડરમાં પણ જોવાય છે. મેસ્સીની લેટેસ્ટ લગ્ઝરી કાર કલેક્શનમાં પેગાની જોંડા કાર પણ સામેલ છે.

મેસ્સીની ફેશન સેંસનો પણ કોઇ જવાબ  નથી. તેમણે વર્ષ 2018માં એક સૂટ પહેર્યો હતો, જેની કિંમત લગભગ 5000 ડોલર એટલે કે 3,71,220 રૂપિયા હતી. તે જયારે પણ કોઇ સ્પેશિયલ પ્રોગ્રામમાં જાય છે તો ટોપ ડિઝાઇનરોના કપડા જ પહેરે છે.

મેસ્સીએ તેના પ્રતિદ્વંદી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જેમ હોટલ્સમાં ઇનવેસ્ટ કરે છે. મેસ્સી પાસે 4 સ્ટાર હોટલ છે જેમાં 77 બેડરૂમ અને આ હોટલ સમુદ્રથી માત્ર 100 મીટરની દૂરી પર જ છે. આ હોટલમાં હાઇ સિઝનમાં રોકાવા માટેની કિંમત એક રાતની 105 પાઉન્ડ્સ છે. આ ઉપરાંત હોટલમાં છત પર એક સ્કાઇ બાર પણ બનેલો છે.

 

View this post on Instagram

 

A post shared by Antonela Roccuzzo (@antonelaroccuzzo)

Shah Jina