વંદે ભારત એક્સપ્રેસમાં ખરાબ ખાવાનો વીડિયો આવ્યો સામે, કહ્યુ- ખાવાનું ખાવાલાયક નથી, ખૂબ જ ગંદુ અને ખરાબ સ્મેલવાળું

શાકમાંથી ગંધ આવી રહી છે…વંદે ભારતમાં યાત્રિઓને મળ્યુ ખરાબ ખાવાનું, શેર કર્યો વીડિયો, IRCTCએ આપ્યો આ જવાબ

વંદે ભારત ટ્રેનમાં પીરસવામાં આવ્યુ ખરાબ ખાવાનું, સામે આવ્યો વીડિયો તો રેલવેએ લીધુ આ એક્શન

વંદે ભારત એક્સપ્રેસમાં નવી દિલ્હીથી વારાણસી જઈ રહેલા એક મુસાફરે આરોપ લગાવ્યો છે કે મુસાફરી દરમિયાન તેને અને અન્ય મુસાફરોને વાસી ભોજન પીરસવામાં આવ્યું હતું. ટ્વિટર પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આકાશ કેશરી નામના મુસાફરે બે વીડિયો શેર કરી ફરિયાદ કરી છે. તે બાદ તરત જ ભારતીય રેલ્વે તરફથી જવાબ આપવામાં આવ્યો. આકાશએ તેની પોસ્ટમાં બે ટૂંકી ક્લિપ્સ શેર કરી છે, જેમાં મુસાફરો જોવા મળ્યા હતા.

વંદે ભારતમાં યાત્રિઓને મળ્યુ ખરાબ ખાવાનું

ભોજન ટ્રે નીચે પડેલી વીડિયોમાં જોવા મળી રહી છે, જે મુસાફરોને પીરસવામાં આવી હતી. અન્ય એક વિડિયોમાં એવું સાંભળી શકાય છે કે શાકમાંથી ગંધ આવી રહી છે અને દાળ વાસી છે. આકાશએ તેની પોસ્ટમાં કહ્યું, “હેલો સર, હું 22416માં NDLS થી BSBની મુસાફરી કરી રહ્યો છું. પીરસવામાં આવતા ખોરાકમાંથી દુર્ગંધ આવે છે અને ખોરાકની ગુણવત્તા ખૂબ જ ગંદી છે.

IRCTCએ આપ્યો જવાબ

મહેરબાની કરીને મારા બધા પૈસા પાછા આપો. આ વિક્રેતાઓ વંદે ભારત એક્સપ્રેસના બ્રાન્ડ નેમને કલંકિત કરી રહ્યા છે.” વિડિયો વાયરલ થતાની સાથે જ મુસાફરોની મદદ કરવા માટેના સત્તાવાર એકાઉન્ટ રેલવે સેવાએ પ્રતિક્રિયા આપી. IRCTCએ આ પોસ્ટ પર ધ્યાન આપ્યું અને જવાબ આપ્યો, “અસંતોષકારક અનુભવ માટે અમે દિલગીર છીએ. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવશે.

સેવા પ્રદાતા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત જવાબદાર કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે અને લાયસન્સધારકોને સૂચનાઓ આપવામાં આવી છે. ઓન-બોર્ડ સેવાઓનું મોનિટરિંગ વધુ મજબૂત કરવામાં આવી રહ્યું છે.”

Shah Jina