આ ગાયકની ગાયિકી જોઈને તો બધા ફફડી ઉઠ્યા, એક હાથમાં વાદ્ય અને બીજા હાથમાં હતી બંદૂક, અનેક વખત ફાયરિંગ પણ કર્યું, જુઓ વીડિયો
Folk Singer Firing Gun on Stage : આપણે સામાન્ય રીતે ગાયકોને સ્ટેજ પર પર્ફોમ કરતા જોયા હશે. જેમના એક હાથમાં માઈક હોય છે તો એક હાથમાં ગિટાર કે કોઈ સંગીતનું વાદ્ય હોય છે, પરંતુ શું તમે ક્યારેય કોઈ સિંગરને હાથમાં બંદૂક લઈને ગાતા જોયો છે ? હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક સિંગર હાથમાં બંદૂક લઈને ગીત ગાય છે, એટલું જ નહિ તે ગીતના શબ્દો પર હવામાં ફાયરિંગ પણ કરતો જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાની સિંગરે શેર કર્યો વીડિયો :
વાયરલ થઇ રહેલા આ વીડિયોને એક પાકિસ્તાની સિંગર અલી ઝફર દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં એક લોકગાયક સ્ટેજ પર અજીબ વાદ્ય વડે ગીત ગાઈ રહ્યો છે. આ એક લાઈવ પર્ફોમન્સ છે. અહીં તેના એક હાથમાં વાદ્ય છે પરંતુ બીજા હાથમાં બંદૂક છે. આશ્ચર્યજનક છે કે બંદૂક પણ સજાવવામાં આવી છે. હવે વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વ્યક્તિ ગીત ગાઈ રહ્યો છે પરંતુ તે જ સમયે ફાયરિંગ પણ કરી રહ્યો છે. તે એક વાર નહીં પણ ઘણી વખત શૂટ કરે છે.
પાકિસ્તાનનો વીડિયો હોવાનો દાવો :
આ ક્લિપ કથિત રીતે પાકિસ્તાનની છે. અલી ઝફરે મજાકમાં તેના કેપ્શનમાં લખ્યું, “તેને ટેગ કરવાની હિંમત કરો અને તેની ગાયકીની ટીકા કરો.” જ્યારે આ વીડિયો વાયરલ થયો, ત્યારે તેણે ઘણું ધ્યાન ખેંચ્યું અને તેને 3.85 લાખથી વધુ વખત જોવામાં આવ્યો. લોકોએ આના પર ઘણી ટિપ્પણીઓ કરી, એકે લખ્યું- “મેં સાંભળ્યું છે કે ગીતની કોઈ માંગ નહોતી.”
Dare you to tag him and criticise his singing. pic.twitter.com/eJ9cHJNwgC
— Ali Zafar (@AliZafarsays) July 14, 2023
લોકોએ કરી ટીકા :
જોકે ઘણા લોકોએ સ્ટેજ પર બંદૂક ચલાવવા માટે ગાયકની ટીકા પણ કરી હતી. એક યુઝરે લખ્યું, “આ ચોંકાવનારું છે કે અમે કેવી રીતે ગન કલ્ચરને પ્રોત્સાહન આપી રહ્યા છીએ, મને આશા છે કે કોઈને ગોળી ન લાગે.” અન્ય એક યુઝરે લખ્યું, “ભયાનક ગાયક, બંદૂકનો સંગીતના સાધન તરીકે ઉપયોગ કરવો એ તમામ સંગીતકારો અને સંગીતનું અપમાન છે.”