‘એટલું માર્યુ કે તૂટી ગયુ જડબું…જાનથી મારી નાખવાની ધમકી આપી’ બોયફ્રેન્ડે આ એક્ટ્રેસનું કર્યુ યૌન શોષણ

સીધી સાદી અભિનેત્રીને એવો એવો માર માર્યો કે જડબું તૂટી ગયું, અભિનેત્રીનું દુઃખ દર્દ છલકાતા જુઓ શું બોલી

ગંદી બાત ફેમ અભિનેત્રી ફ્લોરા સૈનીએ ‘Me Too મૂવમેન્ટ’ દરમિયાન તેના લિવ-ઈન પાર્ટનરના ખરાબ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તાજેતરમાં, અભિનેત્રી શ્રદ્ધા વાલકર અને આફતાબ પૂનાવાલાના દર્દનાક કેસને જોઈને રડી પડી હતી. લિવ-ઈન રિલેશનશિપનું આવું પરિણામ જોઈને અભિનેત્રી પોતાની જાતને રોકી શકી નહીં. ફ્લોરાએ મીડિયા સામે પોતાની ઘટનાનું વર્ણન કરતાં કહ્યું,

‘જ્યારે મારા પૂર્વ બોયફ્રેન્ડ (ગૌરાંગ દોશી)એ મને તેના પ્રેમનો પુરાવો આપવા કહ્યું ત્યારે હું તેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં આવી ગઇ. ત્યારે ગૌરાંગ એટલો સારો દેખાતો હતો કે મારા માતા-પિતાને પણ તેના પર શંકા ન હતી. એ દર્દનાક દિવસોને યાદ કરતાં ફ્લોરાએ કહ્યું કે આપણા માતા-પિતાને ખોટુ થલાનો અહેસાસ થઇ જાય છે. પહેલા તેઓ તમને તમારા પરિવારથી દૂર લઈ જાય છે. આવું જ કંઈક ફ્લોરા સાથે થયું. ગૌરાંગે તેનો ફોન છીનવી લીધો.

અભિનેત્રી સમજી શકતી ન હતી કે તે જેને પ્રેમ કરે છે તેણે અચાનક તેને કેમ મારવાનું શરૂ કર્યું. આટલું જ નહીં, જ્યારે અભિનેત્રીએ તેને છોડવાની વાત કરી તો ગૌરાંગે તમામ હદો વટાવી દીધી. અભિનેત્રીએ કહ્યું કે, ‘તેણે મને ધમકી આપી હતી કે જો મેં તેને છોડવાની કોશિશ કરી તો તે મારા માતા-પિતાને મારી નાખશે.’ વર્ષ 2007ની એ દર્દનાક રાતનો ઉલ્લેખ કરતા ફ્લોરા સૈનીએ કહ્યું,

‘એક રાત્રે ગૌરાંગે મને એટલો માર માર્યો કે મારું જડબું તૂટી ગયુ.’ તેણે તેના પિતાનો ફોટો બતાવ્યો અને કહ્યું કે તે સોગંદ ખાય છે કે તે આજે તેને મારી નાખશે. એક્ટ્રેસે કહ્યુ કે જયાકે તે તસવીર મૂકવા માટે ફર્યો કે તેને તેની માતાના શબ્દો સંભળાયા. મા કહેતી હતી- ‘આવું કંઈ હોય તો ભાગી જાવ. કપડાં પહેરેલા છે કે નહીં એ વિચારવાનું નહિ. પૈસા છે કે નહીં, બસ દોડો.’ ફ્લોરાએ વધુમાં કહ્યું કે તે તેના ઘરે ભાગી ગઈ અને ફરી ક્યારેય પાછું વળીને જોયું નથી.

બાદમાં અભિનેત્રીએ હિંમત બતાવી. અભિનેત્રી સમગ્ર પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. પરંતુ ત્યારબાદ પોલીસકર્મીએ તેણીની ફરિયાદ નોંધવાને બદલે તેના પૂર્વ પાર્ટનરને બોલાવ્યો હતો. પરંતુ પોલીસે બોયફ્રેન્ડના કહેવા પર રિપોર્ટ દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં કોઈક રીતે ફ્લોરાએ ફરિયાદ નોંધાવી હતી.

Shah Jina