આકાશમાંથી જોવા મળ્યો ચંદ્રયાન-3નો અદ્ભૂત નજારો, ફલાઇટમાં બેઠેલા પેસેન્જરે બારીમાં બેઠા બેઠા કેદ કરી લીધી આખી ઘટના, જુઓ વીડિયો

ફ્લાઈટમાં બેઠેલા પેસેન્જરે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેની આંખો સામેથી ઇતિહાસ રચતું ચંદ્રયાન પસાર થશે, આખી ઘટનાને બારીમાંથી કરી કેદ, જુઓ વીડિયો

Chandrayaan-3 Video From Flight: : ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક હતો, ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલી ચંદ્રયાન 3નું સફળતા પૂર્વક લોન્ચિંગ કર્યું. જો બધું બરાબર રહ્યું તો ચંદ્રયાન-3 23 ઓગસ્ટ સુધીમાં ચંદ્રની સપાટીને સ્પર્શી શકશે. દરેક વ્યક્તિ ચંદ્રયાનના પ્રક્ષેપણની ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરવા માંગતી હતી. એ દ્રશ્ય યાદમાં રાખવા માંગતો હતો. જેના  ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને લોકો પણ અદભુત ક્ષણને જોઈને ગૌરવ અનુભવી રહ્યા છે.

 પેસેન્જરે સપનામાં પણ નહોતું વિચાર્યું :

આ દરમિયાન પ્લેનમાં બેઠેલા એક મુસાફર સાથે કંઈક એવું થયું જે તેણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. મુસાફરે ચંદ્રયાન-3ને પોતાની આંખોથી વાદળોની પાર જતા જોયું. આકાશમાં વિમાનની સામે ચંદ્રયાન-3ને ઉડતું જોઈને તેણે તરત જ તે ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી લીધી. તેણે આ વાત ટ્વિટર પર એક વીડિયો શેર કરીને શેર કરી છે.

અમૂલ્ય ઘટનાને ફ્લાઇટની બારીમાંથી કરી કેદ :

LVM3-M4 રોકેટની મદદથી સતીશ ધવન સ્પેસ સેન્ટરથી અવકાશ તરફ પ્રક્ષેપણ. જ્યારે ચંદ્રયાન તેજ ગતિએ ઉડી રહ્યું હતું, તે જ સમયે ચેન્નાઈથી ઢાકા જતી ઈન્ડિગોની ફ્લાઈટ પણ આકાશમાં હતી. ચંદ્રયાન-3ને આકાશમાં જોઈને ફ્લાઈટના પાઈલટે તમામ મુસાફરોને કહ્યું કે તમારી ડાબી બાજુ ઈતિહાસ રચાઈ રહ્યો છે. લોકોએ આ ઐતિહાસિક પળને જોતાની સાથે જ તેનો વીડિયો બનાવી લીધો. એક પેસેન્જરે તેની વિન્ડો સીટ પરથી તેના મોબાઈલમાં આ ક્ષણ કેદ કરી લીધી. બાદમાં તેણે ટ્વિટર પર પણ શેર કર્યું હતું.

ચેન્નાઇથી ઢાકા જતી હતી ફ્લાઇટ :

જ્યારે ચંદ્રયાન તેજ ગતિએ ઉડી રહ્યું હતું, તે જ સમયે ચેન્નાઈથી ઢાકા જતી ઈન્ડિગોની ફ્લાઈટ પણ આકાશમાં હતી. ચંદ્રયાન-3ને આકાશમાં જોઈને ફ્લાઈટના પાઈલટે તમામ મુસાફરોને કહ્યું કે તમારી ડાબી બાજુ ઈતિહાસ રચાઈ રહ્યો છે. લોકોએ આ ઐતિહાસિક પળને જોતાની સાથે જ તેનો વીડિયો બનાવી લીધો. એક પેસેન્જરે તેની વિન્ડો સીટ પરથી તેના મોબાઈલમાં આ ક્ષણ કેદ કરી લીધી. બાદમાં તેણે ટ્વિટર પર પણ શેર કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન ચન્દ્ર પર પગ મુકશે :

ચંદ્રયાન-3 એ ચંદ્ર પર જવા માટે દેશની ધરતી છોડી દીધી છે. જોકે ત્યાં પહોંચવામાં સમય લાગશે. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે જો બધું બરાબર રહ્યું તો ચંદ્રયાન-3 આવતા મહિને 23 ઓગસ્ટે સાંજે 5.47 વાગ્યે ચંદ્ર પર પગ મૂકશે. આ પહેલા તે 41 દિવસ ચંદ્રની આસપાસ ફરશે. ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચવા માટે, તે ચંદ્રની સપાટીથી 100 કિમી સુધી પહોંચે ત્યાં સુધી તે એક મહિનાથી વધુ લાંબી મુસાફરી પર આગળ વધશે.

Niraj Patel