એક જ બાઈક પર એક સાથે બેસી ગયા પાંચ પાંચ લોકો, પાછળથી કોઈએ બનાવી લીધો વીડિયો અને પછી પોલીસે ભણાવ્યો એવો પાઠ કે… જુઓ

ભર બજારમાં એક જ બાઈક પર સવાર થઈને ફરી રહ્યા હતા 5 લોકો, વીડિયો વાયરલ થતા જ પોલીસે કરી એવી કાર્યવાહી કે… જુઓ

ટ્રાફિકને લઈને આપણા દેશમાં કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, પરંતુ ઘણા લોકો ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડાવતા પણ જોવા મળે છે. રોજ જયારે તમે રસ્તા પર આવશો ઘણા લોકોને આવી રીતે નિયમોનો ભંગ કરતા જોશો. બાઈક પર પણ આપણે ત્યાં બે લોકોને બેસવાની પરવાનગી આપવામાં આવી છે, તે છતાં ઘણીવાર બેઠી વધારે લોકો બાઈક પર સફર કરતા હોય છે.

તમે એક સાથે બાઈક પર ત્રણ જણને સફર કરતા જોયા હશે. પરંતુ વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં 3 કે 4 નહિ પરંતુ પાંચ પાંચ લોકો એક જ બાઇકમાં અનોખા અંદાજમાં બેસીને સફર કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં મોટરસાઇકલની નંબર પ્લેટ દેખાતી હતી અને તેની ઓળખ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. મોટરસાયકલ કબજે કરી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ANIના અહેવાલ મુજબ આ મોટરસાઈકલ રઈસ અહેમદ નામના વ્યક્તિની હતી. આરોપીઓની ઓળખ આરીફ, આસિફ, ઈર્શાદ, શમીમ અને વસીમ તરીકે થઈ છે. તમામ મુરાદાબાદના અસલતપુરા વિસ્તારના રહેવાસી છે. યુપી પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ પાંચ લોકોની ધરપકડ કરી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેમણે જોયું કે તે બધા મોટરસાઈકલ પર સવાર થઈને શહેરમાં નિર્ભયપણે ફરતા હતા.

મુરાદાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, મોટર વ્હીકલ એક્ટ હેઠળ આરોપીઓ વિરુદ્ધ 6500 રૂપિયાનું ચલણ કાપવામાં આવ્યું છે. પોલીસે રસ્તાની વચ્ચે નિર્ભયતાથી વાહન ચલાવીને શાંતિ ભંગ કરવા બદલ પાંચ લોકો સામે ગુનો પણ દાખલ કર્યો છે. આવું ખતરનાક કૃત્ય કરવા બદલ તેઓને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

Niraj Patel