એક જ બોયફ્રેન્ડ માટે બાખડી પડી 5-5 ગર્લફ્રેન્ડ, રસ્તા વચ્ચે જ ચોટલા પકડીને મચાવ્યો એવો હોબાળો કે… જુઓ વીડિયો

મેળામાં ગર્લફ્રેન્ડને ફરવા લઈને આવ્યો પ્રેમી,અંધારામાં રાખેલી બીજી ગર્લફ્રેન્ડે જોઈ જતા મચ્યો એવો હોબાળો કે… જુઓ વીડિયો

પ્રેમમાં વિશ્વાસ હોવો ખુબ જ જરૂરી હોય છે. પરંતુ આજના સમયમાં વિશ્વાસ ખાસ કરીને લુપ્ત થઇ રહ્યો છે, ઘણા લોકો એવા પણ હોય છે જે એક કરતા વધારે સંબંધોમાં હોય છે અને ઘણા પરણેલા લોકો પણ બહાર અફેર કરતા હોય છે. પરંતુ જયારે આવી ઘટનાઓ સામે આવી જાય છે ત્યારે જોવા જેવી થઇ જાય છે. ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર પાંચ યુવતીઓ એકબીજા સાથે ખરાબ રીતે ઝઘડતી જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના બિહારના સોનપુરની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સોનપુરમાં એક મેળો ચાલી રહ્યો હતો. ત્યાં જ આ ઘટના બની હતી. જેમાં એક બોયફ્રેન્ડ તેની પ્રેમિકાને લઈને મેળામાં ફરવા માટે આવ્યો હતો. જ્યાં પહેલાથી જ મેળામાં આવેલી ચાર છોકરીઓ તેને જોઈ ગઈ અને પછી એ છોકરીને મારવા લાગી.

મીડિયા રિપોર્ટ અનુસાર જયારે પ્રેમી મેળામાં પ્રેમિકા સાથે પહોંચ્યો ત્યારે એક યુવતી પણ પોતાની બહેનપણીઓ સાથે મેળામાં આવી હતી અને ત્યાં તેણે પોતાના બોયફ્રેન્ડને અન્ય યુવતીઓ સાથે ફરતા જોયો તો ચારેય યુવતીઓ બોયફ્રેન્ડ સાથે આવેલી યુવતી પર તૂટી પડી અને તેના ચોટલા ઝાલીને તેને બધાની વચ્ચે જ મેળામાં મારવા લાગી હતી.

આ મામલો ત્રણ ચાર દિવસ પહેલાનો કહેવામાં આવી રહ્યો છે. હજુ એ પુષ્ટિ નથી થઇ કે આ યુવતીઓ કોણ હતી અને યુવક કોણ હતો. ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આખી ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી. જેના બાદ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર આ વીડિયોને લોકો ખુબ જ જોઈ રહ્યા છે.

Niraj Patel