ભારતમાં પહેલીવાર મુંબઈ રેલવે સ્ટેશન ઉપર બની પોડ હોટલ, ઓછી કિંમતમાં મળશે અમેરિકા અને જાપાન જેવી સુવિધા, જાણો શું છે ખાસિયત અને કેટલું છે ભાડું

ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓને એક શાનદાર ભેટ આપવામાં આવી છે. વિદેશોની જેમ હવે ભારતના રેલવે સ્ટેશનો ઉપર પણ પોડ કોન્સેપ્ટ રિટાયરિંગ રૂમમાં યાત્રીઓ આરામ ફરમાવી શકશે. જેની શરૂઆત મુંબઈથી શરુ થઇ ગઈ છે. ભારતીય રેલવેએ મુંબઈમાં પોતાની પહેલી પોડ હોટલની શરૂઆત કરી દીધી છે.

આઈઆરસીટીસી મુંબઈ બાદ હવે આગ્રા, જયપુર, કટરા, જમ્મુ અને દિલ્હી જેવા સ્ટેશનો ઉપર પણ યાત્રીઓને આ સુવિધા મળી રહે તે માટે થઈને રિટાયરિંગ રૂમ બનાવવાની યોજના તૈયાર કરી રહ્યા છે. જેના માટે ઉત્તર રેલવે પાસેથી સ્વીકૃતિ પણ માંગવામાં આવી છે. સ્ટેશન ઉપર લીલી ઝંડી મળતા જ પોડનું નિર્માણ સંભવ બની શકશે.

તમને જણાવી દઈએ કે પોડ હોટલમાં કેપ્સુલની જેમ એક વ્યક્તિના સુવા માટે બહુ જ નાનો રૂમ હોય છે, જેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ હોય છે. આ રિટાયરિંગ રૂમની સરખામણીમાં સસ્તો છે. ભારતીય રેલવેના યાત્રી અને અહીંયા સુધી કે સામાન્ય લોકો પણ સસ્તા ભાડાની અંદર આરામદાયક સુવિધાનો લાભ ઉઠાવી શકે છે.

મીડિયા દ્વારા મળી રહેલ માહિતી અનુસાર આ પોડ હોટલમાં રોકાવવા માટે 12 કલાકના 999 રૂપિયા ભાડું છે અને જો તમે 24 કલાક રોકાવવા ઈચ્છો છો તો 1,999 રૂપિયા ચૂકવવા પડશે. જો વાત સુવિધાઓની કરવામાં આવે તો તમને અહીંયા વાઈફાઈ, ટીવી, એક નાનું લોકર, અરીસો, રાઇડિંગ લાઈટ, ઇન્ટિરિયર લાઈર, મોબાઈલ ચાર્જિંગ, સ્મોક ડિટેક્ટર, ડીએનડી ઇન્ડિકેટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પોડ હોટલની અંદર ઘણા નાના બેડ વાળા કેપ્સુલ હોય છે અને આ યાત્રીઓને રાત્રી રોકાણ માટે સસ્તા આવાસ પ્રદાન કરે છે. રેલવે સ્ટેશન ઉપર આ પ્રકારના પોડ રિટાયરિંગ રૂમ માટે જરૂરી સમાન વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. જાપાન, દક્ષિણ કોરિયા અને ચીન આ પ્રકારના પોડ તૈયાર કરે છે. બનેલા પોડને ફક્ત ઇન્સ્ટોલ કરવાનું હોય છે.


IRCTCના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસના પહેલા માળે આ પોડ હોટલમાં કુલ 48 રૂમ છે. આ રૂમની લંબાઈ 7 ફૂટ, જ્યારે પહોળાઈ અને ઊંચાઈ 4 ફૂટ છે. ‘પોડ્સ’માં હોટલની જેમ આરામદાયક બેડ છે. દુનિયામાં સૌથી પહેલા આ પ્રકારની હોટલની શરૂઆત જાપાનમાં થઈ હતી

Niraj Patel