84 વર્ષિય વૃદ્ધ કે જેઓ પહેલા દર્દી છે જેમને આપવામાં આવી કોકટેલ ડ્રગ, જાણો તેમની હાલત હાલ કેવી છે ?

એક ડોઝની કિંમત 60 હજાર છે, ભારતમાં સૌપ્રથમ એન્ટીબોડી કોકટેલ લેનાર આ વૃઘ્ધ કેવી હાલતમાં છે જાણો

કોરોના વિરૂદ્ધ ભારતમાં કોકટેલ ડ્રગનો ઉપયોગ શરૂ થઇ ગયો છે. હરિયાણાના 84 વર્ષિય મોહબ્બત સિંહ પહેલા દર્દી છે, જેમને આ દવા આપવામાં આવી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જયારે કોરોના થયો હતો, ત્યારે તેમને આ દવા આપવામાં આવી હતી. મોનોક્લોનલ એંટીબોડી એક બનાવવામાં આવેલ ઇમ્યુનિટી છે, જે કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં 70 ટકા કારગર છે. ઓપીડી બેસ પર 30 મિનિટમાં આ દવા આપવામાં આવે છે.

ભારતમાં કોરોનાના પહેલા દર્દી જેમની સારવાર મોનોક્લોનલ એંટીબોડી કોકટેલથી કરવામાં આવી. તેઓ ગુરુગ્રામ મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ વૃદ્ધને કેટલીક અન્ય બીમારીઓ હતી. મેદાંતા હોસ્પિટલના ચેરમેન નરેશ ત્રેહાને જણાવ્યુ કે, તે એંટીબોડી કોકટેલ દવા લીધા બાદ એક દિવસ પછી તેના ઘરે ચાલ્યા ગયા.

પ્રતિકાત્મક તસવીર

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડસ કંટ્રોલ ઓર્ગનાઇઝેશને દેશમાં કોરોના મહામારીને લઇને જે હાલાત છે તેને ધ્યાને રાખી મેના પહેલા સપ્તાહમાં મંજૂરી આપી હતી. ત્યારથી એ ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા કે દવા જલ્દી જ ભારતીયો માટે ઉપલબ્ધ થશે. યુરોપ અને અમેરિકા પહેલા જ આ દવાના ઉપયોગને મંજૂરી આપી ચૂક્યા છે.

તમને જણાવી દઇએ કે, આ દવાનો ઉપયોગ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો પર કરવામાં આવી શકે છે. જો કે, આ દવાની કિંમત હાલ વધુ રહેશે. એક વ્યક્તિ માટે તેની કિંમત 59750 રૂપિયા થશે.

Shah Jina