અમદાવાદમાં હાઈ ટેન્શન લાઈનમાં ફસાયેલા પક્ષીને બહાર કાઢવા જતા ફાયર બ્રિગેડના કર્મચારીનું દર્દનાક મોત

અમદાવાદમાં આ ભાઈ ફસાયેલા પક્ષીને બહાર કાઢવા ગયો અને પ્રાણપંખેરુ ઊડી ગયું, હે રામ, ૐ શાંતિ ૐ શાંતિ

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતની ખબર સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદના બોપલ ઘુમા રોડ પરથી એક ચોંકાવનારો અને ખૌફનાક મામલો સામે આવ્યો. દેવ રેસિડેન્સી પાસે સવારે પક્ષી બચાવ કોલ દરમિયાન એક ફાયર બ્રિગેડના કર્મચારીનું હાઈ ટેન્શન લાઇનને અડી જતાં મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક બોપલ ખાતે પહોંચ્યા હતા.

ફાયર બ્રિગેડના કર્મચારીનું દર્દનાક મોત

જો કે, હાલ તો એ સવાલ ઊભો થઇ રહ્યો છે કે હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કર્યા વગર કર્મચારી કામ કેમ કરવા લાગ્યા, આ અંગે તપાસ શરૂ કરાઇ છે. મૂળ સાણંદના અનિલ પરમારના પરિવારમાં પત્ની અને એક બાળક છે. ઘટનાની જાણ પરિવારને કરાતા શોકનો માહોલ છવાયો છે. પ્રાપ્ત વિગત અનુસાર, બોપલ ફાયર બ્રિગેડને સવારે કોલ મળ્યો કે, બોપલ-ઘુમા રોડ ઉપર દેવ રેસિડેન્સી પાસે હાઈ ટેન્શન વાયરની લાઈન પર એક પક્ષી ફસાઈ ગયું છે.

હાઈ ટેન્શન લાઈનમાં ફસાયેલા પક્ષીને બહાર કાઢવા જતા હતા

ત્યારે બોપલ ફાયર સ્ટેશનના કર્મચારી અનિલ પરમાર સ્ટાફ સાથે પહોંચ્યા. અનિલ પરમાર પક્ષીને ઉતારવા માટે ચડ્યા કે આ દરમિયાન તેમનો હાથ હાઈ ટેન્શન વાયરને અડી ગયો અને તેને કારણે તેઓ ચોંટી ગયા. હાઈ ટેન્શન વાયરને અડી જતા તરત જ તેઓ ભડભડ સળગી ઊઠ્યા હતા. જો કે, સ્ટાફ દ્વારા તેમને બચાવવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પણ તેમને ના બચાવી શકાયા.

Shah Jina