ગજબનો દેશી જુગાડ: ચાવીથી છુટકારો મેળવવા માટે ભાઈએ અપનાવ્યો અનોખો જુગાડ, ફિંગર પ્રિન્ટથી ચાલુ થાય છે સ્કૂટી.. જુઓ વીડિયો

સ્કુટમાં લગાવેલા ફિંગરપ્રિન્ટનો જુગાડ જોઈને તો હક્કાબક્કા રહી ગયા સોશિયલ મીડિયા યુઝર્સ, વીડિયો તમને પણ હેરાન કરી દેશે

Finger Print Installed In Activa Scooty : આપણા દેશમાં ઘણા લોકો પાસે એવા અવનવા ટેલેન્ટ પડેલા છે જેને જોઈને કોઈપણ  હેરાન રહી જાય. આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા હવે લોકો પોતાના ટેલેન્ટને બતાવતા હોય છે. ત્યારે જુગાડ અપનાવવામાં આપણા દેશને કોઈ પહોંચી ના વળે. હાલ એવા જ એક જુગાડનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં સ્કૂટરની ચાવી મૂકવાની અને બહાર કાઢવાની ઝંઝટથી બચવા માટે એક વ્યક્તિએ એવો ઉપાય કાઢ્યો છે કે હવે તે ચર્ચાનો વિષય બની ગયો છે.

આ વ્યક્તિએ જુગાડ દ્વારા સ્કૂટરમાં જ ફિંગરપ્રિન્ટ સેન્સર લગાવ્યું છે જેનથી એન્જિન સ્ટાર્ટ થાય છે અને બંધ થાય છે. એટલે કે સ્કૂટીમાં ચાવીની જરૂર નથી. ફક્ત આંગળીથી સ્પર્શ કરો અને સ્કૂટર ચાલુ થઈ જશે અને બંધ કરવા માટે તમારે ફરીથી સ્પર્શ કરવો પડશે. ઈન્સ્ટાગ્રામ પર @nitya_tech_world_24 પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોશો કે આ એક્ટિવા સ્કૂટીમાં કરવામાં આવ્યું છે.

સેન્સર પર આંગળી મૂકતાની સાથે જ ઓટોમેટેડ અવાજ સંભળાય છે કે એન્જિન ચાલુ થઈ ગયું છે. ફરીથી સ્પર્શ કરવા પર, અવાજ આવે છે કે એન્જિન બંધ થઈ ગયું છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 72 હજારથી વધુ યુઝર્સે તેને લાઈક કર્યું છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3.2 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by sk Shailesh (@nitya_tech_world_24)

જ્યાં ઘણા લોકોએ તેની પ્રશંસા કરી છે, તો ઘણા વપરાશકર્તાઓને આ વિચાર પસંદ આવ્યો નથી. એક યુઝરે લખ્યું છે – જો બેટરી ખતમ થઈ જશે તો શું કરશો? અન્ય એક યુઝરે લખ્યું છે- દિલ્હીમાં તેને ન ચલાવો, ટ્રાફિકમાં તેને સ્વિચ ઓફ કર્યા પછી, જ્યાં સુધી તે કામ કરવાનું શરૂ કરશે ત્યાં સુધીમાં દુનિયા પાગલ થઈ જશે.

Previous Article

મહેન્દ્ર સિંહ ધોનીએ રવિન્દ્ર જાડેજા સાથે મળીને ચાલી એવી ચાલ કે દર્શકો પણ થઇ ગયા બેહાલ...ખુલી ગઈ આખી પોલ... જુઓ વીડિયો

Next Article

મોતને અડી પાછા આવી ગયા કાકા, સ્વેગ આગળ વીજળીના ખુલ્લા તારે પણ ટેકી દીધા ઘૂંટણ, વીડિયો જોઇ યુઝર્સ હેરાન

error: Protected Content!