લફડું કરવામાં ગુજરાતના આ શહેરની મહિલાઓ ટોપ પર, આ શહેરમાં રહેતા હશો તો નસીબદાર છો, જુઓ 

શું ભારતમાં મોનોગેમી એટલે કે એક જીવનસાથી સાથે આખું જીવન પસાર કરવાની પરંપરા ધીમે ધીમે નબળી પડી રહી છે ? એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડન અનુસાર આ ખરેખર થઈ રહ્યું છે. હવે પરિણીત લોકો તેમના અંગત જીવનમાં થોડી ઉત્તેજના પેદા કરવા માટે એક્સ્ટ્રા મેરિટલ અફેર કરી રહ્યા છે. આખી દુનિયામાં 10 મિલિયન એટલે કે 1 કરોડ લોો એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે. તેમાંથી 20 ટકા એટલે કે 20 લાખ લોકો તો એકલા ભારતના જ છે. ગ્લીડન એક્સ્ટ્રા મેરીટલ ડેટિંગ એપ ફ્રેન્ચ કંપની દ્વારા બનાવવામાં આવી છે. તે કંપનીનું નામ પણ ગ્લીડન છે.

કંપનીનું કહેવું છે કે લોકો આ ડેટિંગ એપને હાથોહાથ લઈ રહ્યા છે. પોતાના એકમાત્ર પાર્ટનરથી કંટાળી ગયેલા લોકો હવે જીવનમાં કંઈક નવું કરવા માંગે છે. કંપનીના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર 2022થી અત્યાર સુધીમાં તેના યુઝર્સમાં 11 ટકાનો વધારો થયો છે. હવે વિશ્વમાં એક કરોડ યુઝર્સ છે, જેમાંથી 20 ટકા ભારતના છે. કંપની અનુસાર, તેની ડેટિંગ એપ ગ્લીડન સાથે જોડાયેલી મોટાભાગની મહિલાઓની ઉંમર 26 વર્ષથી વધુ છે. જ્યારે પુરુષોની સરેરાશ ઉંમર 30 વર્ષ છે.

એપ ડાઉનલોડ કરનારાઓમાં મોટી સંખ્યામાં ગૃહિણીઓનો પણ સમાવેશ થાય છે. આ ડેટિંગ એપ સાથે જોડાયેલા લોકોમાંથી 44 ટકા લોકો ટિયર-2 અને 3 શહેરોના છે. જ્યારે લગભગ 66 ટકા લોકો ટિયર 1 શહેરોના રહેવાસી છે. ગ્લીડન કહે છે કે તેની એપ ડાઉનલોડ કરનારા મોટાભાગના યુઝર્સ ઉચ્ચ સામાજિક-આર્થિક વાતાવરણના છે. જેમાં ડોક્ટર, મેનેજર, ઓફિસર, મેનેજર અને ઓફિસર બંનેનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ કરવામાં 60 ટકા પુરુષો અને 40 ટકા મહિલાઓ છે.

મહિલાઓની મોટી સંખ્યાને કારણે તેમાં ઘણી વધારાની સુરક્ષા સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ ડેટિંગ એપની પહોંચ ખાલી બેંગલુરુ, મુંબઈ, દિલ્હી, કોલકાતા જેવા મોટા શહેરોમાં જ નહિ પણ મેરઠ, ભોપાલ, પટના જેવા શહેરોમાં પણ છે. બેંગલુરુ, મુંબઈ, કોલકાતા, દિલ્હી, જયપુર, ભોપાલ, ઈન્દોર, પુણે, હૈદરાબાદ, ચેન્નાઈ, ગુરુગ્રામ, અમદાવાદ, ચંદીગઢ, લખનૌ, કોચી, નોઈડા, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ, નાગપુર, સુરત અને ભુવનેશ્વરના માત્ર પુરુષોએ જ એપ માટે રજિસ્ટ્રેશન નથી કર્યું પણ 2019થી મહિલાઓએ પણ રજિસ્ટ્રેશન કરાવી રહી છે.

દરેક કપલ માટે સંબંધની સીમા પણ અલગ અલગ હોય છે અને સંબંધો-વર્તનમાં કેટલાક એવા સંકેતો છે, જેના કારણે તમે અથવા તમારો પાર્ટનર બેવફાઈ તરફ આગળ વધી રહ્યા છો, આ તે સમય છે જ્યારે સંબંધો રેડ લાઈન તરફ આગળ વધે છે. બેંગલુરુમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર વધુ સામાન્ય બની રહ્યા છે, જેના કારણે તે દેશની કહેવાતી બેવફાઈની રાજધાની બની ગઈ છે. ગ્લીડન પર બેંગલુરુ યુઝર્સ દરરોજ સરેરાશ દોઢેક કલાક જેટલો સમય ગાળે છે અને એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો સમય બપોરે 12-3 વાગ્યાનો છે, અને રાતનો 10 વાગ્યા પછીનો.

જ્યારે પુરૂષો 24-30 વર્ષની ઉંમરની મહિલાઓને શોધે છે, તો મહિલાઓ 31-40 વર્ષની ઉંમરના પુરૂષોને શોધે છે. સર્વે અનુસાર, ભારતીય મહિલાઓના લગ્નમાં 77 ટકા બેવફાઈનું કારણ એકલતા છે. ભારતમાં લગ્ન બે લોકો કરતા તો વધારે પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને લગ્નજીવનમાં કંટાળો આવવા પાછળનું સૌથી મોટું કારણ વાતચીતનો અભાવ છે. સ્ત્રીઓને ભાવનાત્મક આત્મીયતા જોઈએ છે, જ્યારે પુરુષોને શારીરિક આત્મીયતા બંનેની જરૂર હોય છે.

ભારતમાં ડિવોર્સ દર વિશ્વમાં સૌથી ઓછો છે, જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં તો છૂટાછેડાના કેસમાં પણ ઝડપથી વધારો થયો છે. UN વુમનના ‘પ્રોગ્રેસ ઓફ ધ વર્લ્ડસ વુમન’ રિપોર્ટ અનુસાર, ભારતમાં છૂટાછેડાનો દર 1.1 ટકા છે. લગભગ 100 કપલમાંથી 1 કપલ છૂટાછેડા લે છે અને તેમાં પણ મોટાભાગના લગ્ન વ્યભિચાર અને અસંગતતાના કારણે તૂટી રહ્યા છે.

Shah Jina