હિન્દી સિનેમા માટે આ વર્ષ વધુ એક ખરાબ સમાચાર લઈને આવ્યું. સલમાન ખાન, અમૃતા સિંહ અને શીબા સાથેની ફિલ્મ ‘સૂર્યવંશી’ કે જે વર્ષ 1992માં આવી હતી અને ‘વીર’ કે જે વર્ષ 2010માં આવી હતી તેના નિર્માતા વિજય ગલાનીનું બુધવારે રાત્રે નિધન થઇ ગયુ હતું. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી બ્લડ કેન્સરની સારવારના સંબંધમાં લંડનમાં હતા અને ત્યાંની હોસ્પિટલમાં તેમની સારવાર કરાવી રહ્યા હતા. વિજયની સાથે તેમનો પુત્ર પ્રતિક મુંબઈ આવ્યો હતો. પ્રતિક મુંબઈ પહોંચ્યો કે તરત જ તેને તેના પિતાના નિધનના સમાચાર મળ્યા અને તે તરત જ લંડન પાછો ફર્યો.
ઇટાઇમ્સના રીપોર્ટ અનુસાર, વિજયના નજીકના મિત્ર રજત રવૈલે નિર્માતાના નિધનની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર રજતે કહ્યું કે આ એક મોટી દુર્ઘટના છે. હું લગભગ રોજ તેની સાથે વાત કરતો. થોડા દિવસ પહેલા જ તેણે મને કહ્યું હતું કે તે હવે લગભગ સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો છે અને ટૂંક સમયમાં મુંબઈ પરત ફરવાની વ્યવસ્થા કરશે. હું વિશ્વાસ કરી શકતો નથી કે હું તેની સાથે ક્યારેય વાત કરી શકીશ નહીં.
રજતે જણાવ્યું વિજયનો પુત્ર પ્રતિક તેના મૃત્યુના સમાચારના થોડા કલાકો પહેલા ભારત પહોંચી ગયો હતો. જેવો તે મુંબઈ પહોંચ્યો અને તેના પિતા વિજયના નિધનના સમાચાર આવ્યા. રજતે કહ્યું કે વિજયનો પુત્ર પ્રતિક લંડનમાં તેની સાથે હતો. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વિજયને રજા આપીને તે ઘરે આવ્યો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે અજનબી ફિલ્મ તે સમયે હિન્દી સિનેમાની સૌથી મોટી ઓપનર ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેઓએ કામ કર્યુ હતુ. આ વર્ષે ફિલ્મની રિલીઝને 20 વર્ષ પૂર્ણ થયા હતા.
વિજયે સલમાન ખાનની ફિલ્મ વીર પણ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મ રિલીઝ થયાના લાંબા સમય બાદ વિજયે સલમાન વિરુદ્ધ 250 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સલમાન અને વિજય વચ્ચે ફિલ્મ વીરને લઈને ઘણો વિવાદ થયો હતો. આ અંગે વિજયે સલમાન પર આરોપ લગાવ્યો હતો કે અભિનેતાએ તેની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીમાં વિજયનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.
બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, વિજયે સલમાન ખાન સાથે વર્ષ 1992માં ફિલ્મ સૂર્યવંશી બનાવી હતી. અત્યાર સુધી આ ફિલ્મના રાઇટ્સ વિજય પાસે હતા. જો કે, વિજય પાસે જ્યારે રોહિત શેટ્ટીએ ફિલ્મની માંગણી કરી ત્યારે તેમણે ફિલ્મના ટાઈટલ રાઈટ્સ આપ્યા. આ કારણોસર, વિજય ગલાનીનો ફિલ્મના પ્રારંભમાં વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. એબીપીના રીપોર્ટ અનુસાર બ્લડ કેન્સરથી પીડિત વિજય ગિલાની બ્લડ કેન્સરથી ત્રણ મહિના પહેલા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે તેમના પરિવાર સાથે લંડન ગયા હતા. થોડા મહિના પહેલા જ તેમને કેન્સર હોવાની ખબર પડી હતી.