ફરી જોડાઇ રહ્યા છે બોલિવુડના તાર ! આ ફિલ્મ પ્રોડ્યુસરના ઘર અને ઓફિસ પર NCBની રેડ, ધરપકડ થવાની સંભાવના

મુંબઇથી ગોવા જઇ રહેલા ક્રૂઝ પર મળેલ ડગ અને શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સહિત અન્યની ધરપકડ બાદ NCB ધડાધડ છાપેમારી કરી રહી છે. NCBની તપાસ હવે એક ફિલ્મ પ્રોડ્યુસર સુધી પહોંચી છે. ન્યુઝ એજન્સી એએનઆઇ અનુસાર, શનિવારના રોજ NCBની ટીમે બાંદ્રા સ્થિત ફિલ્મ પ્રોડ્યુસરના ઘર અને ઓફિસ પર છાપેમારી કરી છે. આ પહેલા આ પ્રોડ્યુસરનું નામ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલે પણ સામે આવી ચૂક્યુ છે.

જણાવી દઇએ કે, આ ફિલ્મ પ્રોડ્યુસરનું નામ ઇમ્તિયાઝ ખત્રી છે. તેમના પર ડગ સપ્લાય કરવાના આરોપ લાગ્યા હતા. સુશાંત સિંહ રાજપૂત મામલે એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તેઓ જોવા મળી રહ્યા હતા. તે બાદથી તેમના પર તપાસ એજન્સીઓનો શક ફરી રહ્યો હતો.

ઇમ્તિયાઝ ખત્રીના બોલિવુડના મોટા મોટા સ્ટાર્સ સાથે કનેક્શન છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI બધા એંગલથી તપાસ કરી રહી છે. ત્યારે આ કેસ સાથે જોડાયેલ બધા વ્યક્તિઓ સાથે પૂછપરછ કરી હતી. આ દરમિયાન ઇમ્તિયાઝ ખત્રીને લઇને ઘણા સવાલ ઉઠ્યા હતા. સુશાંત અને ઇમ્તિયાઝનો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો. રીપોર્ટ અનુસાર જયારે સુશાંતના કેસની તપાસ શરૂ થઇ હતી ત્યારે ઇમ્તિયાઝ ગાયબ થઇ ગયા હતા જે બાદ તેમના પર શક ઊંડો થઇ ગયો હતો.

સુશાંત સિંહ રાજપૂતની મેનેજર શ્રુતિ મોદીએ ઇમ્તિયાઝ પર અભિનેતાને ડગ સપ્લાય કરવાનો આરોપ લગાવ્યો હતો. ઇમ્તિયાઝ ખત્રી મુંબઇ બેસ્ડ બિલ્ડરના દીકરા છે. તેમની આઇએનકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની છે. તેમની એક વીવીઆઇપી યુનિવર્સલ એન્ટરટેઇનમેન્ટ નામની પણ કંપની છે. જે બોલિવુડમાં નવા ટેલેન્ટને કામ આપે છે. ઉલ્લેખનીય છે કે, ડગ કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તેને દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

Shah Jina