ફિલ્મ “કલ હો ના હો”ના આ સીનમાં પકડાઈ ગઈ મોટી ભૂલ, શું તમે પણ નોટિસ નથી કરી ? મૂર્ખ બનાવી દીધા એવું ફેન્સ પોકારી ઉઠ્યા

શાહરૂખના ડાયરી વાળા સીન જોઈને ફેન્સ બોલ્યા ઉલ્લુ અને મૂર્ખ બનાવી દીધા- જુઓ

બોલિવુડની શ્રેષ્ઠ ફિલ્મોની જો વાત કરવામાં આવે તો તેમાં “કલ હો ના હો”નું નામ જરૂરથી યાદ કરવામાં આવે છે. નિખિલ અડવાણીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન, સૈફ અલી ખાન અને પ્રીતિ ઝિંટા હતા. આ ફિલ્મ વર્ષ 2003માં રીલિઝ થઇ હતી. ફિલ્મને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મ તે સમયે ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મનો એક પોપ્યુલર બ્લેક ડાયરી સીનનો સ્ક્રીનશોટ એક ભૂલને કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ફિલ્મના એક સીનમાં શાહરૂખ ખાન એક બ્લેક ડાયરીથી પ્રીતિ ઝિંટાને સાંભળી રહ્યો હતો. તે દિલ તૂટવાને કારણે ઘણી પરેશાન હોય છે. શાહરૂખ એ બતાવવાની કોશિશ કરી રહ્યો હતો કે સૈફ અલી ખાન તેને કેટલો પ્રેમ કરે છે. ત્યાં સૈફ એ હેરાનીમાં જુએ છે કારણ કે તે જાણે છે કે ડાયરીમાં કંઇ પણ લખ્યુ નથી. એક ટ્વીટર યુઝર પુલકિત કોચરે ફિલ્મ કલ હો ના હોના આ ડાયરીવાળા સીનનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ સાથે જ તેણે લખ્યુ છે કે, શાહરૂખ ખાને કેટલી સારી રીતે સીન કર્યો કે કોઇનું ડાયરી પર ધ્યાન જ ન ગયુ.

આ પર લોકોએ હવે કમેન્ટ કરવાનું શરૂ કરી દીધુ છે, લોકો શાહરૂખ ખાન પર પ્રેમ જતાવી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- OMG ! કોઇનું ધ્યાન કેવી રીતે આના પર ના ગયુ, ત્યાં એક અન્ય યુઝરે લખ્યુ કે, સીનમાં આ ભૂલ મહત્વપૂર્ણ નથી, શાહરૂખ ખાને સારુ પરફોર્મ કર્યુ એ મહત્વપૂર્ણ છે. એક અન્ય યુઝરે લખ્યુ- આંસુએ અંધ કરી દીધા. એક યુઝરે લખ્યુ કે, બીજીવાર જોવાનો સમય છે.

Shah Jina