શ્રીદેવીએ મન મારી કર્યુ હતુ સંજય દત્ત સાથે કામ, તો પણ…

તે રાત્રે નશામાં ધૂત લડખડાતા શ્રીદેવીના રૂમમાં ઘૂસી ગયા હતા સંજય દત્ત, કાંપી ગઇ હતી તે મંજરને જોઇ…

બોલિવુડ અભિનેતા સંજય દત્ત અને શ્રીદેવીની ફિલ્મ “ગુમરાહ”ને 28 વર્ષ થઇ ગયા છે. વર્ષ 1993માં આનવેલી આ ફિલ્મના નિર્માતા યશ જોહર હતા અને મહેશ ભટ્ટે તેનું નિર્દેશન કર્યુ હતુ. શ્રીદેવી અને સંજય દત્ત ઉપરાંત અનુપમ ખેર, સોની રાજદાન, રાહુલ રોય પણ મહત્વની ભૂમિકામાં હતા. શ્રીદેવીને જયારે મહેશ ભટ્ટે આ ફિલ્મ ઓફર કરી તો અભિનેતાનું નામ સાંભળતા જ તે પરેશાન થઇ ગયા હતા.

શ્રીદેવી અને સંજય દત્ત સ્ટારર ડ્રામા ફિલ્મમાં બંનેની જોડી ઘણી પસંદ કરવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મની મેકિંગ દરમિયા સ્ટાર્સ વચ્ચે એકબીજાને લઇને ઘણી કડવાહટ હતી. મીડિયા ખબરોની માનીએ તો, બંને વચ્ચે શુટિંગ સેટ પર ઘણી નોંક-ઝોંક થતી રહેતી હતી. તેની પાછળનું કારણ એ હતુ કે, શ્રીદેવી મજબૂરીમાં સંજય દત્ત સાથે કામ કરી રહી હતી.

શ્રીદેવીને જયારે મહેશ ભટ્ટે આ ફિલ્મનો રોલ ઓફર કર્યો તો સંજય દત્તનું નામ સાંભળતા જ તે પરેશાન થઇ ગઇ હતી. તે ઇચ્છતી ન હતી કે તે તેની સાથે સ્ક્રીન શેર કરે. આનું કારણ એક ઘટના હતી, જેણે શ્રીદેવીને પૂરી રીતે હલાવીને રાખી દીધા હતા. 80ના દાયકામાં શ્રીદેવી ઇન્ડસ્ટ્રીની નંબર વન અભિનેત્રીઓમાં સામેલ હતી. આ એ સમય હતો જયારે સંજય દત્તનું કરિયર શરૂ થયુ હતુ. આ વચ્ચે 1989માં એક એવી ઘટના ઘટી, જેેણે શ્રીદેવીને હલાવીને રાખી દીધા હતા.

મીડિયા રીપોર્ટ અનુસાર, ફિલ્મ “હિમ્મતવાલા”નુ શુટિંગ ચાલી રહ્યુ હતુ. શ્રીદેવી અને જીતેન્દ્ર આ ફિલ્મમાં લીડ રોલમાં હતા. સંજય દત્ત, શ્રીદેવીના મોટા ફેન હતા. આ દિવસોમાં મુંબઇમાં જ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યુ હતુ. સંજય દત્તને તેમના મિત્રએ જણાવ્યુ હતુ કે શ્રીદેવી શુટિંગ કરી રહી છે. સંજયે મન બનાવી લીધુ હતુ કે તેઓ શ્રીદેવીને મળવા જશે.

જો કે, તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે એકદમ નશામાં ધૂત હતા. તેમની આંખો લાલ હતી અને તેઓ ઠીકથી ઊભા પણ રહી શકતા ન હતા. તેમને સેટ પર શ્રીદેવી નજર આવી નહિ. તે શ્રીદેવીને શોધતા શોધતા રૂમમાં પહોંચી ગયા. નશામાં ધૂત સંજય દત્તને જોઇ શ્રીદેવી કાંપી રહ્યા હતા. શ્રીદેવી સંજય દત્તને જોઇ ઘણા ડરી ગયા હતા. તેઓ જોરજોરથી બૂમો પાડવા લાગ્યા અને પછી કોઇ રીતે સંજય દત્તને ત્યાંથી બહાર નીકાળવામાં આવ્યા.

એક ઇન્ટરવ્યુમાં જયારે સંજય દત્તને આ ઘટના વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે, હું તેમના રૂમમાં જરૂર ગયો હતો પરંતુ મેં ત્યાં તેમની સાથે વાત શુ કરી અને કેવુ વર્તન કર્યુ તે મને યાદ નથી. આ ઘટના બાદ શ્રીદેવીએ નક્કી કર્યુ હતુ કે તે કયારેય સંજય દત્ત સાથે કામ નહિ કરે. પછી સમય એવો આવ્યો કે જયારે સંજય દત્તનું સ્ટારડમ ઊંચાઇઓ પર પહોંચી ગયુ હતુ. એવામાં શ્રીદેવી ના ઇચ્છતા હોવા છત્તાં પણ સંજય દત્ત સાથે તેમને ફિલ્મ “જમીન” સાઇન કરવી પડી. જોકે, આ ફિલ્મ કોઇ કારણથી બંધ થઇ ગઇ.

ડાયરેક્ટર મહેશ ભટ્ટ ગુમરાહ ફિલ્મ પર કામ કરી રહ્યા હતા. તેણે ફિલ્મમાં પહેલા જ સંજય દત્તને કાસ્ટ કરી લીધા હતા. જયારે તે શ્રીદેવી પાસે ફિલ્મની ઓફર લઇને ગયા તો પહેલા તો તેમણે ફિલ્મથી સંજય દત્તને નીકાળવાની કોશિશ કરી પરંતુ જયારે તેઓ સફળ ન થયા તો આખરે તેમને ફિલ્મ સાઇન કરવી પડી.

ખબરોની માનીએ તો ગુમરાહના સેટ પર માહોલ થોડો અલગ હતો. શ્રીદેવી અને સંજય દત્ત વચ્ચે પૂરી રીતે વાતચીત બંધ હતી. સંજયને લઇને શ્રીદેવીના મનમાં કડવાહટ હતી. એવામાં જયારે રોમેન્ટિક સીન સૂટ થતો તો કટ બોલ્યા બાદ તે તરત જ દૂર જતી રહેતી હતી. જણાવી દઇએ કે, હવે બોલિવુડની મશહૂર અદાકારા શ્રીદેવી આ દુનિયામાં નથી.

Shah Jina