બોલિવુડમાં વધુ એક સેલિબ્રિટીનું નિધન: કોરોનાએ લીધો ભોગ- જાણો વિગત

કોરોના સંક્રમણે બોલિવુડમાં વધુ એક વ્યક્તિનો જીવ લઇ લીધો છે. “જગ્ગા જાસૂસ” “લૂડો” “પ્યાર કા પંચનામા 2” “ઇંદુ કી જવાની” “કારવાં” “હાઇ જેક” “ક્રુક” જેવી તમામ ફિલ્મોના યુવા એડિટર અજય શર્માનું કોરોના સંક્રમણને કારણે દિલ્હીમાં મોત થઇ ગઇ છે.

તાપસી પન્નૂની અપકમિંગ ફિલ્મ “રશ્મિ રોકેટ”ના એડિટર અજય શર્માનું કોરોનાને કારણે નિધન થઇ ગયુ છે. અજય શર્માનું નિધન ફિલ્મ જગત માટે ઘણુ ક્ષતિ છે. તેમના નિધનની ખબર આવ્યા બાદ શ્રિયા પિલગાંવકર સહિત બોલિવુડના અન્ય સેલેબ્સમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

અજય શર્માએ “રશ્મિ રોકેટ” ઉપરાંત “જગ્ગા જાસૂસ” “લૂડો” “પ્યાર કા પંચનામા 2” “ઇંદુ કી જવાની” “કારવાં” “હાઇ જેક” “ક્રુક” “તુમ મિલે” અને વેબ સીરિઝ “બંદિશ બેંડિટ્સ” જેવા પ્રોજેક્ટમાં એડિટિંગનું કામ કર્યુ છે.

આ ઉપરાંત તેણે ફિલ્મ “બર્ફી” “યે જવાની હે દીવાની” “અગ્નિપથ” “કાઇ પો છે” “લાઇફ ઇન એ મેટ્રો” “ગોરી તેરે પ્યાર મેં” “આઇ હેટ લવ સ્ટોરીઝ” અને “ધ ડર્ટી પિક્ચર”માં એક અસિસ્ટેંડ એડિટર તરીકે યોગદાન આપ્યુ છે. અજયે શોર્ટ ફિલ્મ “જોલી 1995″નું નિર્દેશન પણ કર્યુ છે.

શ્રિયા પિલગાંવકરે ટ્વીટ કરી લખ્યુ કે, ટૂટી ગઇ છુ, અમે આજે અજય શર્માને ખોઇ દીધો. તે એક સારો એડિટર જ નહિ પરંતુ માણસાઇનો હીરો હતો. આ બરાબર ન થયુ.

ફિલ્મ એડિટર ટી સુરેશે ટ્વીટ કરી લખ્યુ કે, જીવન ઘણુ ગલત કરી રહ્યુ છે. તારી આત્માને શાંતિ મળે અજય શર્મા, એક ઉમદા પ્રતિભા ઘણો જલ્દી જતો રહ્યો. તેના પરિવાર અને મિત્રોને મારી આ મુશ્કેલ સમયમાં સંવેદનાઓ.

Shah Jina