‘એનિમલ’ની રફતાર પર બ્રેક લગાવવી મુશ્કેલ, ફિલ્મે પાર કર્યો અધધધધ કરોડનો આંકડો

દુનિયાભરના બોક્સઓફિસ પર છવાઇ રણબીર કપૂરની ‘એનિમલ’, ફિલ્મે માત્ર 12 જ દિવસમાં પાર કર્યો અધધધધ…. કરોડનો આંકડો

Animal Worldwide Collection Day 12: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ની બોક્સઓફિસ પર બવાલ જારી છે. ફિલ્મ એક બાદ એક ધાંસૂ કમાણી કરતા ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી રહી છે. રણબીર અને બોબી દેઓલની એક્ટિંગે લોકોને એટલા ઇમ્પ્રેસ કર્યા છે કે દોઢ અઠવાડિયા બાદ પણ આ ફિલ્મનો જાદુ લોકોના માથે ચઢી બોલી રહ્યો છે.

બોક્સઓફિસ પર છવાઇ રણબીર કપૂરની ‘એનિમલ’

ડોમેસ્ટિક કલેક્શન સાથે સાથે વર્લ્ડવાઇડ કલેક્શનમાં પણ એનિમલ આગળ છે, 1 ડિલેમ્બરે રીલિઝ થયેલી સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેક્શનમાં બનેલી એનિમલે 116 કરોડથી ગ્લોબલ ઓપનિંગ કર્યુ. પહેલા જ દિવસે 100 કરોડથી વધારેની કમાણી કરનાર ફિલ્મ થોડા જ દિવસોમાં 800 કરોડની કમાણીના નજીક પહોંચી ગઇ છે.

12 જ દિવસમાં પાર કર્યો 750 કરોડનો આંકડો

મંગળવારે ફિલ્મે 20 કરોડ જેટલી કમાણી કરી હતી. જો કે, ફિલ્મની રફતાર ભલે ધીમી પડી ગઇ હોય પરંતુ હજુ પણ તે આગળ વધી રહી છે. ફિલ્મના ઓફિશિયલ આંકડા સામે આવ્યા છે, જે મુજબ એનિમલે 12 દિવસમાં 757.73 કરોડની વર્લ્ડવાઇડ કમાણી કરી છે. આ ફિલ્મ આમિર ખાનની પીકેનો રેકોર્ડ તોડવાની ઘણી નજીક છે, જેનું કલેક્શન 769 કરોડ હતુ.

રણબીર સાથે બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરીની પણ ચમકી કિસ્મત

‘એનિમલ’ એ બોબી દેઓલનું પણ સોલીડ કમબેક કહેવામાં આવી રહ્યુ છે. આ ફિલ્મે જ્યાં રણબીર કપૂરની કિસ્મત ચમકાવી દીધી, ત્યાં બોબીને તેના જૂના સારા દિવસો પાછા અપાવ્યા. ડાયલોગ બોલ્યા વગર જ એક્સપ્રેશન સાથે બોબી દેઓલે કહેર વરસાવી દીધો. આ ઉપરાંત ભાભી 2 એટલે કે તૃપ્તિ ડિમરીનું પરફોર્મન્સ અને રશ્મિકા મંદાનાની એક્ટિંગને પણ લોકોએ પસંદ કરી.

Shah Jina