સમગ્ર દેશમાં 8 માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના સમયમાં મહિલાઓ પુરુષ સમોવડી બની ગઈ છે. આ ખાસ અવસર પર હાલના સમયમાં સોશિયલ મીડિયા પર મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ચંદીગઢમાં ટ્રાફિક પોલીસનું કામ કરનારી મહિલા કોન્સ્ટેબલ પોતાના એક વર્ષના બાળકને હાથમાં ઊંચકીને રસ્તા પર ટ્રાફિક કંટ્રોલ કરી રહી છે. પ્રિયંકા નામની આ મહિલા કોન્સ્ટેબલ પોતાની ડ્યુટી અને માં તરીકેની પોતાની બંન્ને ફરજ નિભાવી રહી છે.

આ વીડિયો આગળના શુક્રવારે ચંદીગઢના રસ્તા પર શૂટ કરવામાં આવ્યો છે. વીડિયો સામે આવતા જ વાયરલ થઇ ગયો છે. લોકો આ મહિલા કોન્સ્ટેબલના ઉમદા કામની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. લોકોએ વીડિયો પર પ્રોત્સાહિત કરનારા કમેન્ટ્સ પણ કર્યા છે.અમુક લોકોએ તેના માટે તાળીઓ પણ વગાડી હતી.

પ્રિયંકાનું કહેવું હતું કે,”મારું નાનું બાળક છે, મારા વગર ઘરે રહી શકતું નથી.એવામાં ઘણીવાર મારા પિતા કે મારો પરિવાર મારા બાળકને લઇને મારી ડ્યુટીના સ્થળે આવતા રહે છે, જો તે રોતું હોય તો અમુક સમય માટે તેને મારા ખોળામાં લઇ લઉ છું, પણ મારી ડ્યુટીની ફરજ ચોક્કસ કરું છું”.
જુઓ કોન્સ્ટેબલનો બાળક અને ડ્યુટી એમ બંન્નેની ફરજ બજાવતો વીડિયો…
View this post on Instagram