ગુજરાતના આ શહેરમાં વેક્સીન લેનારાઓને અપાયું સોનુ, તમે પણ જજો

સંઘર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છેમ, ત્યારે કોરોનાની વેક્સિન પણ હવે ઉપલબ્ધ છે. સરકાર દ્વારા જેમ બને તેમ વધુ લોકો કોરોનાની વેક્સિન લે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં એક અનોખી પહેલા આ દરમિયાન જોવા મળી.

રાજકોટમાં સોની સમાજ દ્વારા આયોજિત વેક્સિનેશન કાર્યક્રમમાં જે મહિલાઓએ વેક્સિન લીધી તે દરેકને સોનાની નાકની ચૂક ભેટમાં આપવામાં આવી હતી અને ભાઈઓને હેન્ડ બ્લેન્ડરની ભેટ આપવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર સોની સમાજે શુક્રવાર અને શનિવાર બે દિવસ વેક્સિનેશન કેમ્પ સોની બજારમાં આવેલ કોઠારીયા નાકા પાસેની કિશોરસિંહજી પ્રાથમિક શાળામાં આયોજન કર્યું હતું. તેમાં લોકોને રસી મૂકાયા બાદ એક ખાસ ભેટ પણ આપવામાં આવી હતી.

કોરોનાની રસી મુકાવવા માટે સમસ્ત સોની સમાજની 700 મહિલાઓને સોનાની નાકની ચૂંક અને 631 પુરૂષોને હેન્ડ બ્લેન્ડર આપી પ્રોત્સાહિત કર્યા હતા. સોની કામ સાથે જોડાયેલા મોટી સંખ્યામાં લોકોએ વેક્સિનેશન કેમ્પનો લાભ લીધો હતો.

સોની સમાજ દ્વારા આ પ્રકારની ખાસ પહેલ કરવામાં આવતા લોકોમાં પણ વેક્સિન લેવાને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે જ લોકો હજુ પણ વધુ પ્રમાણમાં વેક્સિન લે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને લોકોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા.

Niraj Patel