પોતાની વ્હાલસોયી દીકરીને બચાવવા માટે આ વ્યક્તિએ કર્યું એવું કામ કે વીડિયો જોઈને તમે પણ કરશો સલામ, રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

દરેક પિતા માટે તેની દીકરી જીવથી વહાલી હોય છે. પિતા પોતાની દીકરીને ભરપૂર પ્રેમ કરતો હોય છે અને એટલે જ દીકરીના વિદાય સમયે પથ્થર જેવું કાળજું ધરાવનારો પિતા પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. બાપ અને દીકરીના પ્રેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા હોય છે, જેમાં તેમનો પ્રેમ જોઈને ભાવુક પણ થઇ જવાય છે, હાલ એક પિતા પુત્રીનો એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પોતાની દીકરીનો જીવ બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે. સોશિયલ મીડિયા પર દરરોજ રોડ પર અકસ્માતના વીડિયો પોસ્ટ કરવામાં આવે છે, પરંતુ આ વીડિયો અકસ્માતથી બચાવવાનો છે. આ વીડિયોમાં કેટલાક લોકોને રસ્તા પર ઉભા જોઈ શકાય છે. પરંતુ તે બધાને પણ અહીં શું થવાનું છે તેનો ખ્યાલ નહીં હોય.

આ વીડિયોમાં એક કાર રોડ પર તેજ ગતિએ દોડતી જોવા મળી રહી છે. થોડીવાર પછી એક નાની બાળકી સાઈકલ પર આવતી દેખાય છે. પરંતુ તેની સાઈકલની સ્પીડ ખૂબ જ ઝડપી છે અને તે પછી જે થયું તે જાણીને તમે પણ હક્કાબક્કા રહી જશો. બાળકી લોખંડના થાંભલાને અથડાવવાની જ હતી કે તેના પિતા ભાગ્યા અને છોકરીને સાયકલ પરથી ઉઠાવી ખોળામાં લઈ ગયા. જોકે, સાયકલ પોલ સાથે અથડાઈ હતી. સારી વાત એ છે કે છોકરીને ઈજા નથી થઈ અને તેનો જીવ બચી ગયો.

 

View this post on Instagram

 

A post shared by ViralHog (@viralhog)

ઘણા યુઝર્સ વીડિયો જોયા પછી પોતાની જાતને રિએક્ટ કરવાથી રોકી શકતા નથી. આ વીડિયોને ઘણા વ્યૂઝ મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે. કેટલાક લોકો પિતાને સુપરહીરો તો કેટલાક છોકરીને લકી કહી રહ્યા છે.

Niraj Patel