ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ થઇ તો સાસુ પર આવ્યું ૨ બાળકોના બાપનું દિલ, પછી જે થયું તે

૨૯ વર્ષના યુવકે ૪૪ વર્ષની ગર્લફ્રેન્ડની મમ્મીને ભગાડી, એક બાજુ ગર્લફ્રેન્ડ બાળકને જન્મ આપી રહી હતી અને…

દેશ અને દુનિયામાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જે અજીબ હોય છે. આવી ઘટનાઓ સાંભળી તેના પર વિશ્વાસ કરવો મુશ્કિલ થઇ જાય છે. આવો જ એક કિસ્સો બ્રિટનનો છે. જેમાં બે બાળકોનો પિતા પોતાની જ પ્રેમિકાની માતા સાથે ભાગી ગયો.

બ્રિટેનના ગ્લોસ્ટરશાયર ક્ષેત્રમાં 29 વર્ષિય યુવક 44 વર્ષિય મહિલા સાથે ભાગી ગયો. આશ્ચર્યની વાત તો એ છે કે, આ યુવકની પ્રેમિકાએ થોડા કલાક પહેલા જ એક બાળકને જન્મ આપ્યો હતો. 29 વર્ષિય યુવક રાયન શેલ્ટોને તે સમયે બધાને હેરાન કરી દીધા જયારે તે તેના બીજા બાળકના જન્મના થોડા કલાકો બાદ જ પ્રેમિકાની માતા સાથે ભાગી ગયો. તેની પ્રેમિકાનું નામ જેસ એલરિઝ છે જે 24 વર્ષની છે અને તેની માતા 44 વર્ષની છે.

રીપોર્ટ્સ અનુસાર, બાળકના જન્મના પહેલા જેસ તેની માતા જોર્જિનાના ઘરે રહેવા માટે આવી હતી. થોડા સમય પછી જોર્જિનાએ જેસના પતિ સાથે ફલર્ટ કરવાનું શરૂ કરી દીધું. તેમની વચ્ચે વાતચીત વધી અને બંને એકબીજાની નજીક આવી ગયા. તે બાદ હોસ્પિટલમાં તેના બાળકને જન્મ આપવા માટે આવી અને ત્યાં તેને ખબર પડી કે, તેનો પતિ અને તેની માતા એકસાથે ભાગી ગયા છે.

રોયન શેલ્ટોન બે બાળકોનો પિતા છે. જો કે, જેસ સાથે તેણે લગ્ન કર્યા ન હતા. થોડા સમય પહેલા જ કપલે નક્કી કર્યુ હતુ કે, તેઓ જેસની માતા જોર્જિના અને પિતા એરિક સાથે રહેશે. જોસને બાદમાં ખબર પડી કે તેની માતા અને તેનો પ્રેમી નવા ઘરમાં શિફટ થઇ ચૂક્યા છે. આ ઘટનાની જાણ થતા જ જેસે એક સમાચાર સમૂહ સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે મને એ વાતની ઉમ્મીદ હતી કે એક બાળકને તેની નાની પ્રેમ કરશે પરંતુ તેમણે તો બિલકુલ વિરૂદ્ધ કામ કર્યું.

જે સમયે મારા માતા એ મારા બાળકને પાળવામાં મદદ કરવી જોઇએ તે સમયે તે મારા પ્રેમી સાથે સમય વીતાવી રહી છે. મેલ ઓનલાઇનની ખબર અનુસાર જેસે જણાવ્યુ કે, તેની માતાએ નવા ઘરમાં શિફટ થયા બાદ જ તેના પ્રેમી સાથે ફલર્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વાત પર તેની માતા સાથે થોડી ચર્ચા પણ થઇ હતી.

YC