16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે ઉંચકીને પિતા ચઢ્યા પાવાગઢ- બાપનો દીકરી પ્રત્યેનો પ્રેમ જોઇ ભક્તો પણ થયા ભાવુક

ધન્ય છે આ પિતાને, 16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે ઊંચકી પિતા પાવાગઢ ચઢ્યા, દ્રશ્યો જોઈને તમે ભાવુક થઇ જશો, જુઓ

હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે, જેને કારણે મોટી સંખ્યામાં ભક્તો શક્તિપીઠ પાવાગઢમાં માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે. ત્યારે આ વચ્ચે પાવાગઢ ખાતે એક ભાવુક કરી દેનારું દ્રશ્ય જોવા મળ્યુ. એક પિતા પોતાની 16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે ઉચકીને માતાજીના દર્શન કરાવવા પહોંચ્યા હતા.

આ પિતા કાળઝાળ ગરમીમાં 40થી વધુ કિલો વજન ઉંચકી દીકરીને માતાજીના દરબાર સુધી લઈ ગયા અને દર્શન કરાવ્યા. એક પિતાની દીકરી પ્રત્યેના પ્રેમની આ લાગણીના દ્રશ્યો જોઈ ભક્તો પણ ભાવુક થઈ ગયા હતા. જો કે, એવું સામે આવ્યુ છે કે પિતા બીજીવાર દીકરીને માતાજીના દર્શન માટે લઈને આવ્યા હતા.

આણંદના મીંઢળપુરના શ્રમજીવી જન્મથી મુકબધિર અને દિવ્યાંગ 16 વર્ષની દીકરીને લઈને નવરાત્રીમાં માતાજીના આશીર્વાદ અપાવવા ઉચકીને દરબાર સુધી લઈ ગયા હતા. ત્યારે આ દ્રશ્ય જોયા બાદ તાજેતરમાં આવેલ રણબીર કપૂરની એનિમલ ફિલ્મનું ‘પાપા મેરી જાન’ ગીત યાદ આવી ગયુ.

ખરેખર આ પિતાની હિંમતને સલામ છે. કારણ કે આજના સમયે જો આવું બાળક જન્મ લે તો દંપતિ તરછોડી દેતા હોય છે. પરંતુ આ કિસ્સો ઉદાહરણરૂપ છે. તેમની શ્રદ્ધા એટલી કે તેમણે પોતાનું નામ પણ આપવાની ના પાડી.

Shah Jina