દબાણો હટાવી રહેલા બુલડોઝરમાં આચાનક ભભૂકી ઉઠી આગ, જીવ બચાવીને ભાગ્યા બુલ્ડોઝરના કર્મચારીઓ, જુઓ

અતિક્રમણ દૂર કરવા માટે ગયેલા બાબાના બુલ્ડોઝરમાં અચાનક ફાટી નીકળી ભયાનક આગ, કર્મચારીઓ અને લોકો ઉભી પુછડીએ ભાગ્યા, જુઓ

દેશભરમાં ઘણી જગ્યાએ અતિક્રમણ કારીઓ ઉપર બુલડોઝર ચલાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત હોય કે એમપી કે પછી યુપી. ગેરકાયદેસર દબાણ કરી ચૂકેલા લોકોની જગ્યાઓ ઉપર ઠેર ઠેર બુલડોઝર ચાલી રહ્યું છે, ત્યારે હાલ એવી ઘટના સામે આવી છે જેને કર્મચારીઓને પણ ભાગવા માટે મજબુર કરી દીધા.

ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં ગુરુવારે બપોરે અતિક્રમણ હટાવતા JCB મશીન (બુલડોઝર)માં આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન સ્થળ પર હાજર કર્મચારીઓએ ભાગીને પોતાનો જીવ બચાવવો પડ્યો હતો. શહેરમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ સતત ચલાવવામાં આવી રહી છે. દરમિયાન શહેરના પક્કા પુલ વિસ્તારમાં અતિક્રમણ હટાવવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક બુલડોઝરમાં આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળ્યું હતું.

જેના કારણે પાલિકાના કર્મચારીઓ અને હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને સમયસર બુલડોઝર મુકી ચાલક ભાગી ગયો હતો. આ પછી ઉતાવળમાં હાજર લોકો અને કર્મચારીઓએ માટી અને પાણી નાખી આગને કાબુમાં લીધી હતી. જો કે, અકસ્માત બાદ આજે અતિક્રમણ ઝુંબેશ મોકૂફ રાખવામાં આવી હતી.

સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં પાલિકા પરિસરમાં બુલડોઝર પાર્ક કરી દેવામાં આવ્યું છે. સમાચાર અનુસાર આ ઘટના બાદ વિસ્તારમાં અતિક્રમણ વિરૂદ્ધ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું હતું.

હાલ આ બાબતે મહાનગરપાલિકાના સ્ટાફના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બુલડોઝરમાં આગ લાગવાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં યોગી 2.0 સરકાર આવ્યા બાદથી ગેરકાયદેસર દબાણ હટાવવાનું અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. જિલ્લાઓમાં આ અતિક્રમણ દૂર કરવા બુલડોઝરની મદદ લેવામાં આવી રહી છે.

Niraj Patel