ડુંગળીનો ભાવ વધે તો ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય, જયારે બ્યુટી પાર્લરમાં જાય ત્યારે 5000 આપે, આવું કેમ, આ ભાઈ બગડયા, જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇના કોઇ વીડિયો સામે આવે છે, જેમાંના કેટલાક રમૂજી હોય છે તો કેટલાક ચોંકાવનારા. ત્યારે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ખેડૂત ડુંગળીના ભાવ ન મળતા આડકતરી રીતે ગૃહિણી પર આક્ષેપ કરતા જોવા મળે છે. આ ખેડૂત વીડિયોમાં કહેતા જોવા મળે છે કે ડુંગળીનો ભાવ વધે તો મીડિયા વાળા ઉપાડી લે કે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ, આમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ.
આ ખેડૂતે આગળ કહ્યુ કે- આ જ ગૃહિણીઓ જ્યારે બ્યુટી પાર્લરમાં જાય તો બે કલાકના પાંચ-પાંચ હજાર રૂપિયા આપીને આવે તો ત્યારે બજેટ નથી ખોરવાતુ. એ જ ગૃહિણી છે જે ડુંગળી લેવાવાળી છે એ જ બ્યુટી પાર્લરમાં જાય. ત્યારે તેનું બજેટ નથી ખોરવાતુ. ખેડૂતે કેટલી મહામહેનતે ડુંગળી ઉત્પન્ન કરી હોય અને એ પછી ઘેટાં-બકરાને ખવડાવી દે. જણાવી દઇએ કે, આ વીડિયો bs9_tv_news નામના ઇન્સ્ટા હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે, જે ઘણા લોકોએ જોયો છે અને અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram