બનાસકાંઠામાં ખેડૂત આગેવાન સાથે ધારાસભ્ય સમર્થકોએ કરી લાફાવાળી, ઘટનાનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ

Attack on farmer leader in Banaskantha : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણીવાર કેમેરામાં એવી એવી ઘટનાઓ કેદ થઇ જતી હોય છે જેને જોઈને જનતા પણ હેરાન રહી જતી હોય છે, ખાસ કરીને રાજકારણીઓ સાથેની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ જતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો બનાસકાંઠામાંથી સામે આવ્યો છે. જ્યાં ખેડૂત આગેવાનને ધારાસભ્યના સમર્થકોએ લાફો ઝીંકી દીધી હતો, જેના બાદ આ ઘટનાએ વેગ  પકડ્યો છે.

પ્રશ્નોની રજુઆત કરવા ઉભા થયા હતા ખેડૂત આગેવાન :

આ બાબતે પ્રાપ્ત અનુસાર બનાસકાંઠાના દિયોદરમાં એક કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. જેમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ ઉપસ્થિત હતા. ત્યારે ખેડૂત આગેવાન એવા અમરાભાઇ MLAને કેટલીક સમસ્યાની રજુઆત કરવા માટે ગયા હતા. ત્યારે જ ધારાસભ્યના સમર્થકોએ એકાએક ખેડૂત આગેવાન પર હુમલો કરી દીધો હતો અને તેમને ઉપરાછાપરી લાફા પણ ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટના વીડિયોમાં પણ કેદ થઇ ગઈ હતી, જે હાલ વાયરલ થઇ રહ્યો છે.

ટગર ગટર જોઈ રહ્યા ધારાસભ્ય :

ત્યારે હવે લોકોની વચ્ચે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જયારે ખેડૂત આગેવાન સાથે લાફાવાળી થઇ રહી હતી ત્યારે ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ ત્યાં ઉપસ્થિત હતા અને તે પણ આ ઘટનાને ટગર ટગર જોઈ રહ્યા હતા. પરંતુ તેઓ આ મામલે દખલ કરવા નહોતા આવ્યા અને એકપણ શબ્દ બોલ્યા વિના ત્યાં જ ઉભા રહી ગયા હતા. જેને લઈને પણ હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર પંથકમાં હવે આ ઘટનાની ચર્ચા પણ ઘેરી બની છે.

ઘટના બની ચર્ચાનો વિષય :

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જયારે ખેડૂત આગેવાન પોતાની રજુઆત કરવા માટે ઉભા થઈને આગળ આવે છે ત્યારે એક વ્યક્તિ તેમને કહે છે કે જયારે સાહબની મિટિંગ ગામમાં હોય છે ત્યારે પણ તું બોલે છે અને અહીંયા પણ તું ઉભો થઈને બોલે છે.”જેના બાદ ધારાસભ્યના સમર્થકોએ અમરાભાઇ ચૌહાણને લાફા પણ ઝીંકી દીધા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે સાથે અન્ય રાજકારણીઓ પણ સામેલ હતા. જાહેરમાં જ બનેલ આ ઘટના હવે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય છે.

Niraj Patel