ફરહાન અખ્તરના લગ્નમાં પહોંચી રિયા ચક્રવર્તી તો પરિવાર સાથે જોવા મળ્યો હ્રતિક રોશન, આ સિતારાઓ પણ જોવા મળ્યા

અભિનેતા ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર આજે એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ મુંબઈના ખંડાલાના એક ફાર્મ હાઉસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. એવામાં લગ્ન સ્થળ પર મહેમાનોનું આવવાનું શરૂ થઇ ચૂક્યું છે. એવામાં લગ્ન સ્થળની અમુક તવસીરો પણ સામે આવી છે જેમાં ઘણા બૉલીવુડના સિતારાઓનો જમાવડો પણ દેખાઈ રહ્યો છે.

લગ્નમાં શિબાની દાંડેકરની બહેન અનુશા દાંડેકર, રિયા ચક્રવતી, પ્રોડ્યુસર રિતેશ સિધવાની,સમીર કોચર, ગૌરવ કપૂર, મોનીકા ડોગરા પણ વેડિંગ વેન્યુ પણ પહોંચી ચુક્યા છે.આ સિવાય પરિવારના અન્ય લોકો પણ પહોંચી ચુક્યા છે.

લગ્નમાં અનુશા દાંડેકર ખુબ સુંદર દેખાઈ હતી, અને દરેક કોઈની નજરો તેના પર થંભી ગઈ હતી. અનુશાએ આ ખાસ અવસર પર સફેદ રંગનો લહેંગો પહેરી રાખ્યો હતો,લહેંગા પર ફ્લોરલ પ્રિન્ટ વર્ક કરવામાં આવ્યું હતું.મીડિયાને જોતા જ અનુશાએ કેમેરા સામે હાથ હલાવ્યો હતો અને પછી કારની વિન્ડો બંધ કરી હતી.

રિયા ચક્રવતી પણ ખુબ જ સુંદર અંદાજમાં લગ્નમાં પહોંચી હતી, તેણે પણ સફેદ રંગનો લહેંગો પહેરી રાખ્યો હતો,જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. રિયાએ મીડિયા સામે હાથ હલાવ્યો હતો અને પોઝ પણ આપ્યા હતા.જણાવી દઈએ કે રિયા અને શિવાની એકબીજાની ખાસ મિત્રો છે. આગળના દિવસે મહેંદી સમારોહ પણ યોજાયો હતો જેમાં રિયાએ ડાન્સ પરફોર્મેન્સ આપ્યું હતું.

મળેલી જાણકારીના આધારે ફરહાન અને શિબાની એકદમ સિમ્પલ રીતે લગ્ન કરવા માંગે છે માટે  લગ્નમાં માત્ર 50 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.આ સિવાય લગ્નમાં ખાસ ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો છે.જેમાં બંન્નેએ સિમ્પલ પેસ્ટલ અને સફેદ જેવા રંગના કપડાં પહેરવા માટે કહેવામાં આવેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરા પણ લગ્નમાં ઉપસ્થિત રહી હતી. અમૃતાએ પણ મીડિયાને જોતા સુંદર પોઝ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અભિનેતા હ્રતિક રોશન પણ પિતા રાકેશ રોશન અને માં પિંકી રોશન સાથે લગ્નમાં પહોંચ્યા હતા. આ સમયે હ્રતિક રોશન ખુબ જ હેન્ડસમ અને ડેશિંગ લાગી રહ્યા હતા.આ સિવાય લગ્નમાં આલિયા ભટ્ટ, રિતેશ સિધવાની, આમિર ખાન, ગૌરવ કપૂર, ડીનો મોરિયા પણ લગ્નમાં આવી શકે તેમ છે.

જુઓ લગ્ન વેન્યુનો વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Krishna Patel