હેલીકૉપ્ટરમાં થઇ કન્યાની વિદાય તો જોવા માટે ઉમટ્યું આખું ગામ, 8માં ફેરામાં લીધું એવું વચન કે સમગ્ર પંથકમાં થઇ વાહવાહ

આજકાલ લગ્નોની અંદર વિદાયને ખાસ બનાવવામાં આવી રહી છે, જેમાં ઘણા કિસ્સાઓ એવા જોવા મળ્યા છે જેમાં કન્યાની વિદાય હેલીકૉપ્ટરની અંદર કરવામાં આવે છે, ત્યારે આ દરમિયાન એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કન્યાની વિદાય હેલીકૉપ્ટરમાં થતા આખું ગામ જોવા માટે ઉમટી પડ્યું હતું.

દુલ્હનની આ અનોખી વિદાય જયપુરના મધોકાબાસ ગામમાં રવિવારના રોજ થઇ હતી. જેમાં વરરાજા અને કન્યા હેલીકૉપ્ટરમાં બેસીને વિદાય થયા હતા. આ અનોખી વિદ્યાને જોવા માટે કસ્બા સમેત આપસના ગામના લોકો પણ ઉમટી પડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મધોકાબાસ નિવાસી બાલાજી મોટર્સના માલિક બાબુલાલ ગુર્જરની દીકરી પૂજાના લગ્ન જમવારામગઢના પાલી ગામ નિવાસી ડૉ. દેવનારાયણ ગુર્જરના દીકરા અજયરાજ સાથે કરવામાં આવ્યા હતા.

દરેક લગ્નની અંદર સાત ફેરા ફરવામાં આવે છે, પરંતુ આ લગ્નની અંદર વર-કન્યા દ્વારા આઠમો ફેરો પણ ફરવામાં આવે અને તેમના આ આઠમા ફેરાના વખાણ હવે લોકો કરી રહ્યા છે.

આઠમા ફેરાની અંદર તેમને કોરોનાના નિયમોનું પાલન કરવા અને વધારેમાં વધારે લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરવા અને સ્વછતાનો સંદેશ આપવાનું વચન પણ લેવામાં આવ્યું. તેમના આ નવતર પ્રયાસની લોકોએ ખુબ પ્રસંશા કરી.

લગ્નના આ આઠમા ફેરામાં લીધેલા કોરોનાની જાગૃતતા અને સ્વચ્છતાના સંદેશને લગ્નમાં હાજર રહેલા જયપુર ગ્રામીણ સંસદ કર્નલ રાજયવર્ધન સિંહ રાઠોડ, પૂર્વ વિધાનસભા ઉપધ્યાક્ષ રાવ રાજેન્દ્ર સિંહ સહીત વિવિધ જનપ્રતિનિધઓ દ્વારા પણ તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો.

તો રવિવારે સવારે વરરાજા અજય રાજ અને કન્યા પૂજાને હેલીકૉપ્ટરમાં બેસાડીને વિદાય આપવામાં આવી. ગામની અંદર પહેલી જ વાર હેલીકૉપ્ટર આવવાના કારણે ઘણી જ મોટી સંખ્યામાં હેલીકૉપ્ટરને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.

Niraj Patel