સુપરસ્ટાર રાજનીકાંતનો ક્રેઝ તો જુઓ… કાલે તેમની “જેલર” ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે પ્રાઇવેટ ઓફિસમાં પણ રજા રાખી, 5000 રૂપિયામાં બ્લેકમાં ટિકિટ વેચાઈ

રજનીકાંતની ફિલ્મ રિલીઝ થતા પહેલા જ ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ, કંપનીઓ આપે છે મફતમાં ટિકિટ, મોટા મોટા હોર્ડિંગ્સ પર થઇ રહ્યો છે દૂધનો અભિષેક… જુઓ

Fans went crazy after Rajinikanth’s film : બોલીવુડના કલાકારોની લોકપ્રિયતા કેટલી છે તો તમે કલાકારો જાહેરમાં આવે ત્યારે જોઈ જ હશે, પરંતુ સાઉથના કલાકારોને સાઉથના લોકો જે પ્રેમ આપે છે તે જોઈને તો કોઈપણ હેરાન રહી જાય. સાઉથમાં પોતાના મનગમતા કલાકારની ફિલ્મ આવતા જ ઉત્સવ જેવો માહોલ સર્જાતો હોય છે. એવામાં જો રજનીકાંતની ફિલ્મ આવે તો ચાહકો બેકાબુ બની જતા હોય છે. કારણ કે સાઉથમાં રજનીકાંતને ભગવાન માનવામાં આવે છે અને લોકો તેમની પૂજા પણ કરે છે.

સિનેમાઘરમાં આવશે જેલર :

ત્યારે હવે રજનીકાંતની ફિલ્મ “જેલર” આવતીકાલે એટલે કે 10 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. રજનીકાંતના ચાહકો માટે આ કોઈ મોટી ભેટથી ઓછું નથી. જે લોકો સુપરસ્ટાર રજનીકાંતના એક્શન પર જીવન વિતાવે છે તેઓ જાણે છે કે રજનીકાંત આ ઉંમરે ઓછી ફિલ્મો કરી રહ્યા છે, તેથી જ તેઓ તેમની દરેક ફિલ્મ પર જીવ રેડી દે છે. સુપરસ્ટાર રજનીકાંત જેઓ આ વર્ષે 73 વર્ષના થયા છે, તે “જેલર” સાથે થિયેટરોમાં ફરી એકવાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે, ત્યારે ફિલ્મનો એટલો ક્રેઝ છે કે મદુરાઈ અને સાલેમની બે કંપનીઓએ તેમના કર્મચારીઓ માટે મફત ટિકિટ પાસની જાહેરાત કરી છે. તો ઘણી જગ્યાએ રજનીકાંતના મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે અને તેના પર દૂધથી અભિષેક પણ થઇ રહ્યો છે.

કર્મચારીઓને મફતમાં ટિકિટ :

મદુરાઈની કંપની યુનો એક્વા કેરના માલિકનો આખો પરિવાર રજનીકાંતનો દિવાનો છે. કંપનીના માલિક હોય કે તેના દાદા, પિતા કે પુત્ર, બધાએ સાથે મળીને ફિલ્મ જેલર જોવાનું આયોજન કર્યું છે. ખાસ વાત એ છે કે કંપનીએ ‘રજનીકાંત ઝિંદાબાદ’ બોલવાનું ફરજિયાત બનાવ્યું છે. જેમ આપણે ફોન પર વાત કરતી વખતે કોઈને બાય અને હાય કહીએ છીએ,  ત્યારે કંપનીના લોકો ‘રજનીકાંત ઝિંદાબાદ’ કહે છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મની ટિકિટ 5000 રૂપિયામાં બ્લેકમાં પણ વેચાઈ રહી હોવાનું સામે આવ્યું છે અને 15 ઓગસ્ટ સુધીના લગભગ બધા જ શો ફૂલ છે.

પ્રાઇવેટ કંપનીઓમાં રજા :

એટલું જ નહિ મીડિયા રિપોર્ટ અનુસાર સાલેમ સ્થિત કંપની સાલેમ સર્વે ગ્રૂપે માત્ર સાલેમમાં જ નહીં પરંતુ ચેન્નાઈ, બેંગલુરુ, કોઈમ્બતુર, ગોવા, મુંબઈ અને ઓડિશામાં પણ કામ કરતા તમામ કર્મચારીઓને જેલર ફિલ્મ જોવા માટે રજા આપી છે. બીજી તરફ, જેલરની રિલીઝ ઉજવણી કરવા માટે શ્રીલંકાથી જાપાન સુધીના ચાહકો તમિલનાડુ પહોંચી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ જેલરની ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે આ ફિલ્મ દુનિયાભરમાં 2000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી છે.

 

Niraj Patel