પૂનમ પાંડે સાથે ફેને કરી ઘટિયા હરકત, સેલ્ફીના બહાને જબરદસ્તી કરી કિસ કરવાની કોશિશ- જુઓ વીડિયો

પૂનમ પાંડે સાથે ફેને કર્યુ મિસબિહેવ, જબરદસ્તી કરી કિસ કરવાની કોશિશ- લોકોએ ફેનની જગ્યાએ એક્ટ્રેસને જ કરી દીધી ટ્રોલ

અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક ફેન તેની સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને ઘણા લોકો તેને પબ્લિસિટી સ્ટંટ કહી રહ્યા છે જ્યારે અન્ય લોકો આ કૃત્ય કરનાર વ્યક્તિને ઠપકો આપી રહ્યા છે. પૂનમ પાંડેને હાલમાં પેપરાજી દ્વારા મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી.

આ દરમિયાન તે રેડ રિલીવિંગ ગાઉન સાથે ડેનિમ જેકેટમાં જોવા મળી હતી. આ દરમિયાન પૂનમ પેપરાજીને પોઝ આપી રહી હતી અને ખુશખુશાલ વાત કરી રહી હતી. ત્યારે અભિનેત્રીનો એક પ્રશંસક પાછળથી આવ્યો અને તેની બાજુમાં ઉભો રહ્યો, જેનાથી તે ચોંકી ગઈ. પરંતુ તે પછી તે ફેને તેને સેલ્ફી માટે વિનંતી કરી. પૂનમ પણ આ માટે રાજી થઈ ગઈ.

જો કે મામલો ત્યારે વણસી ગયો જ્યારે ફેને સેલ્ફી લેવાના બહાને પૂનમને કિસ કરવાનો પ્રયાસ કર્યો. પૂનમ તેને ધક્કો મારીને ત્યાંથી ખસી ગઈ. આ દરમિયાન એક પેપરાજી તે વ્યક્તિને પકડી લીધો. આ દરમિયાનનો પૂનમ પાંડેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ જોયા બાદ એક ઈન્ટરનેટ યુઝરે લખ્યું, “ઓવર એક્ટિંગ માટે 50 રૂપિયા કપાયા.” અન્ય યુઝરે કોમેન્ટ કરી, “આ બધું કરવા માટે કેટલા પૈસા ખર્ચ્યા ?” એક યુઝરે આ વીડિયોને સ્ક્રીપ્ટેડ ગણાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઇએ કે, 33 વર્ષની પૂનમ પાંડે અભિનેત્રી અને મોડલ છે. તેણે 2013માં ફિલ્મ ‘નશા’થી ડેબ્યૂ કર્યું હતું. તેણે ‘ધ જર્ની ઓફ કર્મા’, ‘આ ગયા હીરો’, ભોજપુરીની ‘અદાલત’ અને તેલુગુની ‘માલિની એન્ડ કંપની’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ટીવી પર ‘ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 4’, ‘સુપરકોપ્સ વિ સુપર વિલન્સ’ અને ‘લોકઅપ ઈન્ડિયા’ જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina
error: Unable To Copy Protected Content!