IPL 2024: રોહિત શર્માના આઉટ થતા બોલ્યો હારી જશે મુંબઇ ઇન્ડિયન્સ…ડંડાથી મારી વૃદ્ધની કરી દીધી હત્યા

IPLનો ક્રેઝ લોકોના માથે ચઢીને બોલી રહ્યો છે, સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ આ જોવા મળી રહ્યું છે. જો કે આ વચ્ચે મહારાષ્ટ્રમાં એક હૃદયદ્રાવક બની. મહારાષ્ટ્રના એક ગામમાં IPL મેચ દરમિયાન એવી દલીલ થઈ કે એક વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો. મુંબઈ ઈન્ડિયન્સની હાલમાં જ રમાયેલી મેચ દરમિયાન મહારાષ્ટ્રમાં એક વૃદ્ધની હત્યા કરવામાં આવી. કારણ કે તેણે માત્ર એવું કહ્યુ હતુ કે મુંબઈ ઈન્ડિયન્સ મેચ હારી જશે. આ ઘટના કોલ્હાપુરના હનમંતવાડી ગામની છે.

સરપંચે કહ્યુ કે- આ એક નાનું ગામ છે, જ્યાં સીમાંત જમીન ધરાવતા લોકો છે. અહીં ઓછી કમાણી કરતા ખેડૂતો છે. અમે મોટા શહેરોની ધમાલથી ઘણા દૂર છીએ. જો કે, દેશના અન્ય ગામોની જેમ આ ગામ પણ IPL આકર્ષણના પ્રભાવ હેઠળ છે. ગયા અઠવાડિયે જ અહીંના શાહુ માર્કેટ યાર્ડની બહાર એક ફળ વિક્રેતાએ IPL સંબંધિત વિવિધ એપ્સ પર ચાલતી રમતમાં 1 કરોડનો જેકપોટ જીત્યો હતો. ઈન્ડિયન એક્સપ્રેસે તેના એક અહેવાલમાં પોલીસને ટાંકીને કહ્યું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં આઈપીએલનું ગાંડપણ અકલ્પનીય સ્તરે પહોંચી ગયું છે.

લોકો પોતાને મુંબઈ ઈન્ડિયન્સ અથવા ચેન્નાઈના કટ્ટર સમર્થકો તરીકે ઓળખાવે છે. તે ક્રિકેટનો જ એક ભાગ છે પરંતુ IPLને કારણે નફરત વધી છે.” 27 માર્ચે ટિબિલે અને ઝાંજગે IPL જોવા એક મિત્રના ઘરે મળ્યા હતા, તેમની સાથે અડધો ડઝન અન્ય લોકો પણ સામેલ હતા. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ હતી. બધા લોકો ટીવી પર મેચ જોવા માટે ભેગા થયા હતા. આ મેચમાં હૈદરાબાદે મુંબઈને 278 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.

મુંબઈએ શાનદાર શરૂઆત કરી, પરંતુ જ્યારે રોહિત શર્મા આઉટ થયો, ત્યારે ટિબિલે મુંબઈ ઈન્ડિયન્સના પ્રશંસક ઝાંજગેને ટોણો માર્યો. જે બાદ તે ગુસ્સે ભરાયો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આ પછી ટિબિલે પૂરી રીતે તેની પિટાઇ કરી દીધી. તેને ડંડાથી માર્યો. કેટલાક સ્થાનીય લોકોએ હસ્તક્ષેપ કરવાની કોશિશ કરી તો પણ ઝાંજગેનો ભત્રીજો સાગર સામે આવ્યો અને ટિબિલેના માથા પર છડીથી વાર કરી દીધો. ટિબિલે તેના ઘરના દરવાજા સુધી પહોંચ્યો અને પડી ગયો. જો કે આ પછી તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ બે દિવસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

Shah Jina