રાજકોટની વૈભવી હોટલમાં કપડાં વગરની યુવતીના ડાન્સ વીડિયો બાદ વધુ એક કૌભાંડ આવ્યું સામે, ધોળા દિવસે ધમધમતું હતું……

છેલ્લા થોડા દિવસ પહેલા રાજકોટની ઇમ્પિરિયલ હોટલમાંથી એક યુવતીનો કપડાં વગર ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો, જેના બાદ આ હોટલ ખુબ જ વિવાદોમાં પણ રહી હતી, ત્યારે ફરી એકવાર આ હોટલને લઈને વિવાદ ઉભો થયો છે, રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલ વૈભવી હોટલ ઇમ્પિરિયલમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હોટેલ ખાતે દરોડો પાડી જુગારધામ પકડી પાડવામાં આવ્યું છે.

મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર હોટેલના છઠ્ઠા માળે રૂમ નં.605માં જુગાર રમતા 10 જેટલા પત્તાપ્રેમીઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ આ જ રૂમમાં યુવતીનો કપડાં વગર ડાન્સ કરતો વીડિયો વાઇરલ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 10 લાખની રોકડ સાથે ફોર્ચ્યુનર, સફારી કાર અને આશરે 10 મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હોટલના મેનેજરરિસેપ્શનિસ્ટ સહિત કુલ 12 વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તેમજ હાલ જુગાર ધામનું સંચાલન કરનારા 2 સંચાલકો સહિત કુલ 10 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપી સાથે પુછપરછ કરતા જાણવા મળ્યું કે, હોટલનો રૂમ નંબર 605 રૂપિયા 15,000માં સોહીલ કોઠીયા નામથી બુક કરવામાં આવ્યો હતો અને આઇડી પ્રુફ વગર તમામ 10 આરોપીઓ હોટેલમાં એન્ટ્રી કરી હતી.

નરેન્દ્રસિંહ જાડેજા અને વિપુલ બેચરા જમીન મકાન લે વેચ કામ કરે છે અને તેમના દ્વારા જુગાર ક્લ્બ માટે આયોજન કરી એક રાઉન્ડના રૂપિયા 500 લેવામાં આવતા હતા. વિપુલ બેચરા, રસિક ભાલોડીયા અને અરવિંદ ફળદુ અગાઉ જુગાર કેસમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. હોટેલના રિસેપ્શનિસ્ટ પ્રીતિબેન પટેલ અને મેનેજર જોન કોશ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે પૈકી કેટલાક આરોપી લોધીકા, રાજકોટ શહેર, જેતપુર તેમજ મોરબીના હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હોટલના 605 નંબરના રૂમમાં તીનપતીનો જુગાર રમાઇ રહ્યો હતો. ત્યારે પોલીસે તેમની ધરપકડ કર્યા બાદ પકડાયેલા આરોપીઓ પ્રથમ વખત રમવા આવ્યા હતા કે અગાઉ પણ રમવા આવતા હતા તે સહિતના મુદ્દે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.

Niraj Patel