સુરતમાં નકલી મહિલા DCP બનીને કરતી મોટા મોટા કાંડ, અધધધ હજારો ખાઈ ગઈ

ગુજરાતમાંથી કેટલીકવાર નકલી પોલિસ ઝડપાવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હાલમાં આવો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. નકલી પોલીસના નામે લૂંટ કરનારાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરતના પાંડેસરામાં એક મકાનમાં એક મહિલા અને 2 આરોપીઓએ એક ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ઘરની મહિલાએ બૂમાબૂમ કરી હતી અને આ નકલી પોલીસને પાડોશીએ પકડી પાડી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી મહિલાએ પોતે DCP હોવાની ઓળખ આપી હતી. સુરતમાં ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી તરીકે ઓળખ આપી પૈસા પડાવી લેનાર નકલી ડીસીપી મહિલા પોલીસની અસલી પોલીસે ધરપકડ કરી છે.

 

મહિલા અને અન્ય બે સાગરિકોએ ડગ્સના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી 70,000 રૂપિયા પડાવ્યા હતા. આરોપી હર્ષા અને તેના સાગરિક લાલુ અને પાર્થ પાંડેસરા શિવ નગરમાં રહેતા અલ્કા પ્રહલાદ પાટીલના ઘરે ગયા ત્યારે હર્ષઆએ કહ્યુ કે, તે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી છે, તમારા ઘરમાં ડગ્સ છે, તમે ડગ્સનો વેપાર કરો છો તેવું કહ્યુ હતુ અને ઘરની તપાસ હાથ ધરી હતી. ફરિયાદીના ઘરમાં આરોપીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને આરોપી હર્ષાએ ફરિયાદી અને તેના પરિવારની ધરપકડ કરવા જણાવ્યુ અને કહ્યુ કે, તમે ડગ્સનો વેપાર કરો છો,

તમારી પર ખોટો કેસ કરી દઈશ. આ સાંભળતા જ પરિવાર તો ભયભીત થઈ ગયો અને કેસ ન કરવા માંગતા હોવ તો ત્રણ લાખ રૂપિયા આપવા પડશે તેવું નકલી ડીસીપી હર્ષાએ કહ્યુ હતુ. પરિવાર પાસે એટલા પૈસા ન હોવાથી પરિવારે નકલી ડીસીપી હર્ષા પાસેથી સમય માંગ્યો અને ફરિયાદીએ પોતાના ઘર નજીક એક જ્વેલર્સમાં જઈ પોતાના ઘરના દાગીના વેચી નકલી ડીસીપી હર્ષાને આપ્યા હતા. જે બાદ આરોપીઓ પૈસા લઈ ફરાર થઈ ગયા હતા.પરંતુ ભુમાબૂમ થતા આજુબાજુના લોકોએ આરોપી મહિલા સહિત તેના સાગરને પકડવાનો પ્રયાસ કર્યો

અને તેમાં નકલી ડીસીપીને લોકોએ પકડી પાડી પોલીસના હવાલે કરી હતી. જો કે, કેટલાક રીપોર્ટ અનુસાર, ફરિયાદીને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવાની ધમકી આપતા તેઓ ગભરાઈ ગયા અને તેમણે કબાટમાંથી રોકડા 20,000 રૂપિયા કાઢીને આપી દીધા હતા.જો કે, વધુ રૂપિયા માંગતા તેઓએ પોતાના ઘરેણા ગીરવી મૂકીને બીજા 50,000 રૂપિયા લઇ આવ્યા હતા.આરોપી હર્ષા લવજીભાઈ ચોવટીયા અને ફરાર 2 આરોપીઓ લાલુ અને પાર્થ હતા. નકલી પોલીસ બનીને આવેલી હર્ષા ચોવટીયા સામે અગાઉ પણ આ જ રીતે ના ગુનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તે અગાઉ તડીપાર પણ થઈ ચૂકી છે.

Shah Jina