લો બોલો, પગમાં ફેક્ચરનું બહાનું કાઢીને લાવી રહ્યો હતો કરોડો રૂપિયાનું સોનુ, પોલીસે કાપ્યું પ્લાસ્ટર અને હોંશ ઉડી ગયા, જુઓ વીડિયો

ફેક પ્લાસ્ટર લગાવીને અંદર નાખી દીધી સોનાની ઈંટ, પોલીસે પકડતા જ કંઈક થઇ આવી હાલત.. જુઓ વીડિયો

Fake Plaster For Gold Smuggling : ગુજરાત સમેત દેશભરમાં દાણચોરીના ઘણા બધા મામલાઓ સામે આવે છે. જેમાં વિદેશથી આવતા મુસાફરો સોનુ કે વિદેશી કરન્સી લાવવા માટે એવા એવા જુગાડ વાપરતા હોય છે કે તેને જોઈને કોઈના પણ હોંશ ઉડી જાય. આવા ઘણા લોકો એરપોર્ટ પર પકડાતા હોય છે. ત્યારે ઘણીવાર તેમના જુગાડ જોઈને અધિકારીઓ પણ ચોંકી જતા હોય છે.

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં આપણે જોઈ શકીએ છીએ કે પોલીસકર્મીઓ એક માણસનું પ્લાસ્ટર કાપી રહ્યા છે. વ્યક્તિ વારંવાર કહી રહ્યો છે કે તેના પગમાં ફ્રેક્ચર છે જેના કારણે પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે. પણ ભાઈ… જ્યારે પોલીસવાળા પ્લાસ્ટરને કાપીને હટાવે છે ત્યારે અંદરથી એટલી બધી સોનાની ઈંટો નીકળે છે કે બધા આશ્ચર્યચકિત થઈ જાય છે.

હવે આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. આ આ વિડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી. આ વીડિયો ટ્વિટર યુઝર @sanjayjourno દ્વારા 23 માર્ચે પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું – “ફેક્ચરની હકીકત…. ” આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચુક્યા છે અને સેંકડો લોકોએ લાઈક કર્યો છે.

આ સાથે જ ઘણા યુઝર્સે પોતાના ફીડબેક પણ આપ્યા છે. કેટલાકે રમુજી સ્વરમાં લખ્યું “હવે દેશમાં કોઈ મોંઘા પ્લાસ્ટર પણ લગાવી શકશે નહીં.” જ્યારે કેટલાકે કહ્યું કેટલા તેજસ્વી લોકો છે. બીજી તરફ એકે કહ્યું કે દાદા, જો મને આ મળતું હોત તો સેવાની ભાવના સાથે ખભા પર મૂકી દેત, ભાઈ, હવે કોઈ મળે તો તેને અહીં છોડી જજો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ વીડિયો 2.20 મિનિટનો છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે એક પોલીસકર્મી માણસના પગ પરનું પ્લાસ્ટર કાપી રહ્યો છે. માણસ કહે છે કે કંઈ નથી, બસ પ્લાસ્ટર છે. તેના પર પોલીસકર્મી કહે છે કે શું પ્લાસ્ટર પીળું છે. આ પછી આખું પ્લાસ્ટર કાપવામાં આવે છે, જેની નીચે સોનાની ઈંટ બહાર આવે છે. પછી તે વ્યક્તિ વિનંતી કરવાનું શરૂ કરે છે અને કહે છે મને માફ કરો સર… અમને તેના વિશે કંઈ જ ખબર ન હતી. આના પર પોલીસમેન કહે છે “બેટા, હવે તું બહુ લાંબો જઈશ… જેલની ચક્કી પીસીશ.

Niraj Patel