મદદના નામ પર આવી છેતરામણી ? શાકભાજી વેંચતા દાદા પાસે આવીને બે સજ્જન જેવા માણસોએ બધું જ શાક ખરીદી લીધું, 2000 રૂપિયા પણ આપ્યા અને પછી….

દિવાળી પર બિચારા માસુમ વૃદ્ધ શાકભાજી વાળાનું બધું જ શાક ખરીદી લીધું, પછી એવો દગો આપ્યો કે તમારો મગજ ઘૂમી જશે

તમે સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો જોયા હશે જેમાં ઘણા લોકો એવા હોય છે જે ગરીબ લોકોની મદદ કરતા હોય છે. રસ્તા ઉપર સામાન વેંચતા લોકો પાસેથી તેમનો બધો જ સામાન ખરીદી પણ લેતા હોય છે અને બદલામાં તેમને આશીર્વાદ પણ મળે છે. ત્યારે હાલ દિવાળીના તહેવારના લીધે ઘણા લોકોએ રસ્તે સામાન વેંચતા લોકોને મદદ કરી. પરંતુ હાલ એક એવી તસવીર સામે આવી જેને લોકોના દિલ તોડી દીધા.

વાયરલ ટ્વીટમાં જોવા મળે છે લે એક વૃદ્ધ વ્યક્તિ શાકભાજીની દુકાન ચલાવે છે. દિવાળીના એક દિવસ પહેલા બે લોકો આવ્યા હતા અને 2000ની નોટ આપીને તમામ શાકભાજી ખરીદ્યા હતા. જ્યારે વૃદ્ધે શાકભાજીના પૈસા કાપીને બાકીના પૈસા પાછા આપવાનું કહેતા બંને જણા તહેવારની ભેટ તરીકે રાખવાનું કહીને રવાના થયા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

જેના બાદ વૃદ્ધ ખુશ થઈ ગયો. બંનેના ગયા પછી જ્યારે વડીલે તેની 12 વર્ષની પૌત્રીને નોટ બતાવી તો પૌત્રીએ કહ્યું કે આ નકલી નોટ છે. આ પછી વૃદ્ધ વ્યક્તિ સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયો. આ સમગ્ર મામલો પ્રણવ મિશ્રા નામના યુઝરે ટ્વીટ કર્યો છે. આ ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. પ્રણવે ટ્વીટ કરીને લખ્યું, ‘દિવાળીના 1 દિવસ પહેલા 2 સજ્જન આવ્યા. દાદા પાસેથી આખું શાક ખરીદ્યું. બદલામાં 2000ની નોટ આપવામાં આવી હતી. બાકીના પૈસા તહેવાર તરીકે રાખવા કહ્યું. દાદા ખુશ હતા કે ખૂબ ઉમદા લોકો આવ્યા છે.

(પ્રતીકાત્મક તસવીર)

પૌત્રીને કહ્યું જે 12 વર્ષની હતી. નોટ જોઈને તેણે કહ્યું કે બાબા આ નકલી છે. વિચારો કે વૃદ્ધને શું થયું હશે?’ આ ટ્વીટ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકોએ બંનેને નિશાન બનાવ્યા છે. કેટલાક લોકોએ વૃદ્ધ વ્યક્તિનો UPI નંબર માંગ્યો જેથી તેઓ તેમની મદદ કરી શકે. જ્યારે લોકોએ પ્રણવને વૃદ્ધની વિગતો પૂછી તો પ્રણવે કહ્યું કે તે દિવસે તે વધુ વિગતો મેળવી શક્યો ન હતો. બીજા દિવસે, જ્યારે તેઓ શાકભાજી લેવા જશે, ત્યારે તેઓ વૃદ્ધના બેંક ખાતા અને UPI સંબંધિત વિગતો શેર કરશે. આ સાથે, ઘટના શેર કરતા રાત્રે પ્રણવનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હતું. તેઓ તેને રિકવર કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

Niraj Patel