ફિલ્મ પુષ્પામાં ઇન્સ્પેકટર ભંવર સિંહનો દમદાર રોલ નિભાવનાર અભિનેતા જે બીજા ભાગમાં આપશે પુષ્પારાજને ટક્કર

કોણ છે પુષ્પા ફિલ્મનો આ ખૂંખાર વિલન….પુષ્પા પણ ફફડી ઉઠેલો આમની સામે

સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ પુષ્પા વર્ષ 2021 માં રિલીઝ થઇ હતી અને વર્ષ 2022માં પણ તે ધૂમ મચાવી રહી છે.જેના પછી ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ અને અમેજોન પ્રાઈમ પર પણ રિલીઝ કરવામાં આવી ચુકી છે. એક્શન, ડ્રામાં અને રોમાન્સથી ભરપૂર ફિલ્મને દર્શકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે.

ફિલ્મમાં અભિનેતા અલ્લુ અર્જુનની અદાકારીના લોકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે, ફિલ્મને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મ અત્યાર સુધીમાં કરોડોનો કારોબાર કરી ચુકી છે. એવામાં લોકો ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ફિલ્મનો ખાસ કલાકાર ફહાદ ફાસીલ જેની એન્ટ્રી કલાઈમેક્સના અમુક સમય પહેલા જ થાય છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન પછી જો કોઈની પ્રશંસા થાય છે તો તે ફહાદ છે. આવો તો તમને જણાવીએ ફહાદ ફાસીલ વિશે.

ફિલ્મમાં ફહાદ ઇન્સ્પેકટર ભંવર સિંહનો કિરદાર નિભાવી રહ્યા છે, જે ફિલ્મમાં અલ્લુ અર્જુન સામે ટક્કર આપી રહ્યા છે. ફિલ્મમાં ભંવર સિંહનો કિરદાર પણ દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં ફહાદનો કિરદાર માત્ર 20 થી 25 મિનિટ સુધીનો જ છે પણ આટલા સમયમાં તેણે દમદાર અદાકારી કરીને લોકોનું દિલ જીતી લીધું છે.

જણાવી દઈએ કે ફહાદ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતાની સાથે સાથે ફેમસ ફિલ્મ ડાયરેકટર પણ છે. ફહાદને પોતાના જબરદસ્ત અભિનય માટે જાણવામાં આવે છે. ફહાદે વર્ષ 2002 માં અભિનયની શરૂઆત કરી હતી જેના પછી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. આ સિવાય ફહાદે તમિલ અને મલયાલમ ફિલ્મમાં પણ કામ કર્યું છે અને અત્યાર સુધીમાં અનેક એવોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે.

પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુન પોલીસને ચકમો આપીને તસ્કરીના ધંધામાં રાજ કરવા પોતાનો રસ્તો બનાવતા જોવા  મળે છે જ્યારે પુષ્પા-2 માં પણ ફિલ્મની કહાની અલ્લુ અર્જુન અને ફહાદ ફાસીલ પર જ આધારિત રહેશે. જેને લીધે જ ફિલ્મમાં ફહાદ ફાસીલની એન્ટ્રી ફિલ્મના અંતમાં કરવામાં આવી હતી. પુષ્પાના બીજા ભાગમાં ફહાદ અલ્લુ અર્જુનને બરાબરની ટક્કર આપતા જોવા મળશે અને ફહાદનો કિરદાર જોઈને એ સ્પષ્ટ છે કે પુષ્પા માટે આગળનો રસ્તો સહેલો નહીં હોય.

Krishna Patel