ક્યારેય ફેકટરીમાં મોમઝ બનતા જોયા છે ? જોઈને તમારી આંખો પણ ચાર થઇ જશે.. એક સાથે બન્યા ઢગલાબંધ મોમોઝ, જુઓ વીડિયો
Factory made momos : આપણા દેશની અંદર ખાણીપીણીના શોખીનો તમને ઠેર ઠેર મળી જશે. તેમાં પણ સ્ટ્રીટ ફૂડ ખાવાનો શોખ તો દરેક ને હોય છે, વળી આજકાલ તો બજારની અંદર વિદેશી વાનગીઓ પણ ખુબ જ પ્રખ્યાત છે અને તેને પણ લોકો હોંશે હોંશે ખાતા જોવા મળે છે. તેમા પણ આજકાલ મોમોઝ ખાવાનું ચલણ ખુબ જ વધ્યું છે. રસ્તા પર ઠેર ઠેર મોમોઝની લારીઓ પણ જોવા મળે છે અને લોકો આ લારીઓ પર ઉભા રહીને હોંશેહોંશે મોમોઝ ખાતા હોય છે. ખાસ કરીને છોકરીઓને મોમોઝ વધુ ભાવે છે.
ફેકટરીમાં બને છે મોમઝ :
તમે અત્યાર સુધી લારી પર બનતા મોમોઝ જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય ફેક્ટરીમાં બનતા મોમોઝ જોયા છે ? આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે મશીનની મદદથી એકસાથે ઘણા બધા મોમજ તૈયાર કરવામાં આવે છે. આ ક્લિપને ફૂડ બ્લોગર @shiv_yash_bhukkadofagra દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી અને લખ્યું હતું – ફેક્ટરીમાં આ રીતે મોમોઝ બનાવવામાં આવે છે.
એકસાથે ઢગલાબંધ મોમોઝ :
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કર્મચારી બ્લેન્ડરથી કોબી, ગાજર અને અન્ય શાકભાજી કાપી રહ્યો છે. આ પછી તેઓ આ શાકભાજીમાં મીઠું નાખે છે, જેથી તે બધુ પાણી છોડી દે. પછી લોટને મશીન વડે ભેળવવામાં આવે છે, જે મોમોસનું બહારનું પડ બનાવે છે. જ્યારે તે તૈયાર થાય છે, ત્યારે વ્યક્તિ તેને શાકભાજીના મિશ્રણથી ભરે છે અને તેને મોમોસનો આકાર આપે છે. અંતે તેણે તેને સ્ટીમ કર્યું અને મોમોઝ પીરસવા માટે તૈયાર છે.
લોકોની આવી આ પ્રતિક્રિયા :
વીડિયોને અત્યાર સુધીમાં 53 લાખથી વધુ વ્યૂઝ અને 1 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. સેંકડો લોકોએ કોમેન્ટ પણ કરી છે. જ્યાં એકે લખ્યું મસાલા મિક્સિંગ મશીનનું નામ શું છે? બીજાએ લખ્યુ મને ક્યારેય મોમો ન ખાવાનો ગર્વ છે. જ્યારે અન્યોએ કહ્યું – ટેસ્ટમાં સંપૂર્ણ બકવાસ છે. આ ઉપરાંત પણ ઘણા બધા લોકો પોતાના પ્રતિભાવ આપતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram