CCTV ફુટેજમાં દાદરા ઉપર પડી રહેલો વ્યક્તિ શું સિદ્ધાર્થ શુકલા છે ? જાણો વાયરલ થઇ રહેલા વીડિયો પાછળની હકીકત

ટીવી જગતના ખ્યાતનામ અભિનેતા અને બિગબોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુકલાનું 2 સપ્ટેમ્બરના રોજ હૃદય રોગના હુમલાના કારણે નિધન થઇ ગયું. માત્ર 40 વર્ષની ઉંમરમાં દુનિયાને હંમેશા અલવિદા કહી દેનારા સિદ્ધાર્થ શુકલાના નિધનથી આખો દેશ દુઃખમાં ડૂબી રહ્યો છે. સિદ્ધાર્થના નિધનના થોડા જ સમય બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેતાની મોતની ફૂટેજ સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક વ્યક્તિ તેના વર્કઆઉટ આઉટફિટમાં પગથિયાં ચઢી રહ્યો છે. અને તે અચાનક રોકાઈ જાય છે અને આરામ કરવા માટે પગથિયાં ઉપર જ બેસી જાય છે. વીડિયો જોઈને લાગે છે કે તેની  છાતીમાં કોઈ તકલીફ થઇ રહી છે. કારણ કે પગથિયાં ઉપર બેસીને જ તે પોતાની છાતીને સતત દબાવ્યા કરે છે. એક મિનિટ પછી તે વ્યક્તિ જે સિદ્ધાર્થ શુકલા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે પગથિયાં ચઢવાનો પ્રયત્ન કરે છે.

જેના બાદ તેને તકલીફમાં જોવામાં આવે છે. જેના બાદ તે પગથિયાં ઉપર જ બેસી જાય છે અને તરત જ તેના હોશ પણ ખોઈ બેસે છે અને જમીન ઉપર પડી જાય છે, એક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ટ્વીટર ઉપર આ સીસીટીવી ફૂટેજ પોસ્ટ કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે હૃદય રોગના હુમલાના કારણે સિદ્ધાર્થ શુકલાની થયેલી મોત સીસીટીવીમાં કેદ થયો ગઈ.

પરંતુ મીડિયા દ્વારા આ વીડિયોનું ફેક્ટ ચેક કરતા માલુમ પડ્યું કે આ ઘટના મુંબઈની નહિ પરંતુ બેંગલુરુની છે. વીડિયોની અંદર પગથિયાં ઉપર લથડિયાં ખાઈ રહેલો વ્યક્તિ સિદ્ધાર્થ શુકલા નથી. વીડિયોની ઉપર ટાઈમ સ્ટેપ લાગેલી છે. જેના પ્રમાણે આ ઘટના 25 ઓગસ્ટ 2021ની છે. આ ઘટના સિદ્ધાર્થના મોતના એક અઠવાડિયા પહેલા સીસીટીવીમાં રેકોર્ડ થઇ હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના બેંગલુરુના બનશંકરી વિસ્તારમાં આવેલા ગોલ્ડસ જીમની જણાવવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વીડિયોમાં દેખાતા વ્યક્તિને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચતા પહેલા જ આ વ્યક્તિનું મોત થઇ ગયું હતું.

Niraj Patel