અમદાવાદમાં 27 વર્ષની દીકરીની માતાના પ્રેમ પ્રસંગો ખુલ્લા પડ્યા, 14 વર્ષ બાદ પતિને જાણ થતા એવી માંગણી કરી કે જાણીને હેરાન રહી જશો

અમદાવાદમાં છૂટાછેડાનો રસપ્રદ કિસ્સોઃ 27 વર્ષની દીકરીની માતા છે લફરાબાજ…14 વર્ષે રંગરેલિયો પકડાઈ ગઈ અને હવે હવે લગ્નજીવન…

એવું કહેવાય છે કે જૂઠું ક્યારેય છૂપું રહેતું નથી. ઘણા કિસ્સાઓમાં આપણે જોયું છે કે આપણે કોઈ વાત ખોટી બોલ્યા હોય પરંતુ સમય આવે સત્ય બહાર આવી જ જાય છે. ખાસ કરીને પતિ પત્નીના સંબંધોમાં આવું ઘણીવાર બનતું હોય છે, જેમાં પતિ અથવા પત્ની પોતાના લગ્નેત્તર સંબંધોને છુપાવીને રાખે છે અને એક દિવસ જયારે હકીકત ખબર પડે છે ત્યારે પરિણામ પણ ખુબ જ ગંભીર આવે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ આવો જ એક મામલો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં લગ્નના 28 વર્ષ બાદ પત્નીના 14 વર્ષ જુના પ્રેમ સંબંધોની જાણ પતિને થતા તેમને ફેમેલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. આ ઘટનામાં અચરજની વાત તો એ છે કે અરજદારની પત્નીનો પ્રેમી બધાને ગેરમાર્ગે દોરી અને તાંત્રિક વિદ્યાના નામ ઉપર 90 દિવસ સુધી તેમના જ ઘરમાં રહ્યો અને પતિની ગેરહાજરીમાં પત્ની સાથે અનૈતિક સંબંધો પણ બાંધતો રહ્યો.

અરજદાર પતિ અને તેની પત્નીને લગ્ન બાદ બે સંતાનો પણ છે જેમાં એક 27 વર્ષની દીકરી અને 16 વર્ષનો દીકરો છે. તેમના લગ્ન વર્ષ 1993માં થયા હતા. લગ્ન બાદ બંને અમદાવાદમાં જ એક સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નના છ વર્ષ સુધી તો બધું જ બરાબર ચાલ્યું પરંતુ બાદમાં પત્ની પતિના પરિવારજનો સાથે ઝઘડો કરવા લાઈ જેના કારણે અલગ ઘર લઈને રહેવા લાગ્યા હતા.

લગ્નના 14 વર્ષ વીત્યા બાદ 2007ની આસપાસ પત્નીનો કોઈ અન્ય વ્યક્તિ સાથે સંપર્ક થયો. જેની ઓળખાણ તેને પોતાના પતિને તેની બહેનપણીના પતિ અને તેમનું બાળક અને આ વ્યક્તિનું બાળક સાથે ભણે છે એમ કરીને કરાવી. જયારે તે લોકો નવા ઘરમાં રહેવા માટે ગયા ત્યારે પણ ઘરના કેટરિંગનું કામ પત્નીએ તે વ્યક્તિને જ અપાવ્યું જેની સાથે તેને પ્રેમ સંબંધો બધાયા હતા.

પતિએ પોતાની અરજીમાં એમ પણ જણાવ્યું કે પત્નીએ તેમની પાસેથી લગ્ન બાદના આધિકારો પણ છીનવી લીધા હતા અને તે દૂર રહેવા લાગી હતી, તેનો પ્રેમી ઘરે અવાર નવાર આવતો હતો અને પતિના પૂછવા ઉપર તે ઝઘડો પણ કરતી હતી. એટલું જ નહિ નવા ઘરમાં ભૂત પ્રેત છે એવું કહીને તાંત્રિક વિધિ માટે તે 90 દિવસ સુધી ઘરમાં રોકાયો હતો. પરંતુ 14 વર્ષ બાદ જયારે પતિને પત્નીના આ અનૈતિક સંબંધોની જાણ થઇ ત્યારે તેમને છૂટાછેડા માટે અરજી કરી.

Niraj Patel