જુના ઘરનું ખોદકામ કરવા દરમિયાન નીચેથી નીકળ્યા બે માટલા, આસપાસના લોકો પણ થઇ ગયા ભેગા, અને અંદરથી નીકળી એવી વસ્તુ કે.. જુઓ

Excavation of the building revealed 2 pot ” આપણા દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આજે પણ જો ખોદકામ કરવામાં આવે તો ઘણી પ્રાચીન વસ્તુઓ નીકળતી હોય છે. આવી ઘણી ઘટનાઓ પણ સામે આવી છે. તો ઘણીવાર જુના ઘરના ખોદકામ દરમિયાન પણ કેટલીક એવી વસ્તુઓ મળતી હોય છે જેને જોઈને લોકો હેરાન રહી જાય છે. ઘણીવાર સોનાની ઈંટો પણ આવા મકાનમાંથી નીકળતી હોય છે. ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી જેમાં મકાનના ખોદકામ દરમિયાન બે માટલા નીકળ્યા.

જુના મકાનના ખોદકામમાં નીકળ્યા 2 માટલા :

આ મામલો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના શિવપુરીમાંથી. જ્યાં સીટી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા ટેકરી વિસ્તારની અંદર એક જુના મકાનનું ખોદકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન તેમાંથી બે મોટા માટલા નીકળ્યા. આ જોઈને ત્યાં રહેલા લોકો પણ ચોકી ગયા અને થોડી જ વારમાં આ વાત આખા ગામમાં જંગલના આગની જેમ ફેલાઈ ગઈ. થોડીવારમાં જ ત્યાં લોકોના ટોળા ઉમટી પડયા હતા. આ માટલાને જોઈને લોકો અલગ અલગ પ્રકારના તર્ક વિતર્ક પણ લગાવવા લાગ્યા.

લોકો ઈંટો લઈને ભાગ્યા :

આ ઉપરાંત કેટલાક લોકો તો માટલા જોઈને ડરી  પણ રહ્યા હતા, પરંતુ જયારે માટલાની અંદર જોવામાં આવ્યું ત્યારે સૌ કોઈ હેરાન રહી ગયા અને તેની અંદરની વસ્તુઓ લેવા માટે તૂટી પડ્યા હતા. માટલાની અંદર જૂની ઈંટો ભરેલી હતી. ત્યારે લોકોએ આ ઈંટોને પણ ના મૂકી અને એવું કહીને લઇ ગયા કે આ ઈંટો ઘરમાં રાખવાથી તે સોનાની બની જશે. ત્યારે આ ઘટનાને નજરે જોનારાએ કહ્યું કે અહીંયા ખુબ જ ભીડ હતી અને આ પ્રકારના માટલા મેં પહેલીવાર જોયા છે.

પહેલા કપડાં રંગવાની દુકાન હતી :

આ મામલે મકાન માલિકનું કહેવું છે કે અહીંયા પહેલા કપડાં રંગવાનું કામ થતું હતું ત્યારે આ કામમાં માટલાની જરૂર પડતી હતી અને ત્યાં આવતા હતા, જેના બાદ અહીંયા સ્પોર્ટ્સની દુકાન ખુલી ગઈ અને જમીનની નીચે એ માટલા દટાઈ ગયા હશે, હવે માકન ફરીવાર બની રહ્યું છે અને તેના ખોદકામ દરમિયાન આ માટલા બહાર નીકળ્યા છે, આ માટલાને લઈને લોકો અલગ અલગ પ્રકારની વાત કરી રહ્યા છે પરંતુ હકીકતમાં એવું કઈ નથી.

Niraj Patel