ઇશા ગુપ્તાનો ખુલાસો, બોલી- આ ડાયરેક્ટરે ગંદી હરકત, ફિલ્મથી…
બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા થોડા સમય પહેલા જ તેની તસવીરોને કારણે ચર્ચામાં રહી હતી.આ તસવીરોમાં તે તેણે ટોપ પહેર્યુ હતુ અને બાલકનીમાંથી તસવીરો શેર કરી હતી જેને કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં આવી ગઇ હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી ઈશા ગુપ્તા પોતાની તસવીરો અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. જોકે ક્યારેક તેને ટ્રોલ પણ થવું પડે છે. ઇશા ગુપ્તાએ ફિલ્મના સેટ પર થયેલ અભદ્ર વર્તનનો ખુલાસો કરીને હંગામો મચાવી દીધો છે.
View this post on Instagram
ઇશા ગુપ્તા અનુસાર, ફિલ્મના શૂટિંગ દરમિયાન બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશકે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો, એટલું જ નહીં તે લગભગ ફિલ્મમાંથી બહાર થઈ ગઈ હતી. ઇશા ગુપ્તાએ કહ્યું કે જ્યારે ડિરેક્ટરે મારી સાથે દુર્વ્યવહાર કર્યો ત્યારે હું સેટની બહાર નીકળી ગઈ હતી. જ્યાં સુધી તેમણે માફી ન માંગી ત્યાં સુધી તે પાછી આવી નહીં. બે દિવસ પછી ડિરેક્ટરે મારી માફી માંગી.
View this post on Instagram
એકવાર મારા કોસ્ચ્યુમમાં સમસ્યા હતી, મને કહેવામાં આવ્યું ન હતું. ડિરેક્ટરને પણ કહેવામાં આવ્યું ન હતું. જ્યારે હું સેટ પર પહોંચી ત્યારે ડાયરેક્ટર મારી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા, તેમને લાગ્યું કે હું જાણીજોઈને મોડી પડી છું. બોલિવૂડ બબલ સાથેની વાતચીતમાં તેણે કહ્યું, “દિગ્દર્શકે મને હિન્દીમાં કંઈક કહ્યું અને મેં તેમને જોયા. તેમણે કહ્યું કે તમે મોડું કરી રહ્યા છો. હું શાંત રહી, કારણ કે હું શાંત રહેવામાં માનું છું. મેં કહ્યું કે હું મોડું નથી કરતી. આઉટફિટમાં સમસ્યા હતી, તે મારી ભૂલ નથી.
View this post on Instagram
તેમણે ફરીથી મારી સાથે દુર્વ્યવહાર કર્યો. પહેલી વાર હું શાંત રહી, પણ બીજી વાર મેં જવાબ આપ્યો ચૂપ ન રહી. મેં તેમને કહ્યું કે મારી સાથે આ રીતે વાત કરશો નહીં કે આવું વર્તન કરશો નહીં. ઇશા ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, “હું એ જ ડ્રેસમાં કારમાં બેઠી અને નીકળી ગઇ. બાદમાં ફિલ્મના ઈપી અને નિર્માતાઓએ મને ફોન કર્યો અને કહ્યું કે અમે તમને મળીને માફી માંગવા માંગીએ છીએ.
View this post on Instagram
તેમણે બે દિવસ પછી માફી માંગી અને હું સેટ પર પાછી ગઇ. નહીંતર હું ગઇ ન હોત. ઈશાએ કહ્યું કે હું મારી કારમાં બેઠી કે તરત જ મને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને પ્રોડ્યુસરના ફોન આવવા લાગ્યા. તે મારી માફી માંગી રહ્યા હતા. પરંતુ ઈશા ડાયરેક્ટર પાસેથી આ માફી ઇચ્છતી હતી. ડાયરેક્ટરે બે દિવસ પછી તેની સાથે વાત કરી અને માફી માંગી. તમને જણાવી દઈએ કે ઇશા ગુપ્તા છેલ્લે ‘નકાબ’માં જોવા મળી હતી.