સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનારા હંસાબેનનો સફેદ થાર અને ઓડી જેવી ગાડીઓમાં જોવા મળ્યો જબરદસ્ત અંદાજ, જુઓ વીડિયો

વટ્ટ છે હો હંસાબેન ભરતભાઈ પરમારનો ! જુઓ કેવા રજવાડી અંદાજમાં ઓડી અને થારમાં કરે છે એન્ટ્રી, રાતો રાત બની ગયા સ્ટાર, વીડિયો તમારું પણ દિલ જીતી લેશે

Entry of Hansaben in Audi and Thar : હાલ ગુજરાતની અંદર હંસાબેન ભરતભાઈ પરમારનું નામ બહુ જ વાયરલ થયું છે, તેમના એક વીડિયોના કારણે આજે તેઓ દરેક ઘર ઘરમાં જાણીતા બની ગયા છે અને તેમને પોતાનું પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું અને તેના પર પણ 1 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ માત્ર થોડા જ દિવસમાં બની ગયા. ત્યારે હવે હંસાબેન પણ તેમના સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેમના વીડિયોને પણ તેઓ શેર કરતા હોય છે.

ઘરકામ કરીને જીવન વિતાવતા :

હાલમાં જ હંસાબેનના કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં તેમની લક્ઝુરિયસ ગાડીઓમાં એન્ટ્રી પડતી જોઈ શકાય છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તેઓ ઓડી અને થારમાં આવતા જોવા મળે છે, જેને તેમના ચાહકો ખુબ જ પસંદ કરે છે. એક સમય એવો હતો જયારે હંસાબેન ફક્ત ઘરકામ કરીને જ પોતાનું જીવન વિતાવતા હતા, પરંતુ તેમના એક વીડિયોના કારણે આજે તેઓ સોશિયલ મીડિયા સ્ટાર બની ગયા છે અને લાખો લોકો તેમને ફોલો કરે છે.

ઓડી અને થારમાં પડે છે એન્ટ્રી :

હંસાબેન એક પાર્ટીની રેલીમાં ગયા અને તેમને એક રિપોર્ટરે તેમનું નામ પૂછતાં જ તેમને અનોખા અંદાજમાં જવાબ આપ્યો જેના કારણે તેઓ વાયરલ થઇ ગયા. તેમના એ વીડિયો પર અઢળક મીમ બની ગયા જેના બાદ હંસાબેને પોતાનું જ સોશિયલ મીડિયા સ્ટાર્ટ કર્યું અને સોશિયલ મીડિયા દ્વારા જ તેઓ લોકો સાથે પણ રૂબરૂ થવા લાગ્યા. ત્યારે તેમના કેટલાક વીડિયોમાં તેમને ઓડી અને થાર જેવી ગાડીઓમાં પણ એન્ટ્રી કરતા જોઈને લોકો પણ હેરાન રહી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


બ્રાન્ડ માર્કેટિંગ મળવા લાગ્યા :

ક્યારેક રસોડામાં રહીને ઘરનું કામ કરતા હંસાબેન આજે બ્રાન્ડ પ્રમોશન કરવા લાગ્યા છે અને તેમને જાહેરાતો પણ મળવા લાગે છે. 50 વર્ષની ઉંમરના હંસાબેનનું નસીબ તેમના એક વીડિયોના કારણે બદલાઈ ગયું છે. બ્રાન્ડનું પ્રમોશન કરવા જાય છે ત્યારે હંસાબેન માટે ઓડી અને થાર જેવી ગાડીઓ તેમને લેવા માટે આવે છે અને આજે માર્કેટમાં પણ તેમની બોલબાલા છે.

Niraj Patel