પ્રવેશ દ્વાર પર રોકવામાં આવ્યા શ્રદ્ધાળુઓને, હવે કોઈ ભક્ત અંદર નહિ જઈ શકે, આખરે કેમ? જાણો બધું

અયોધ્યા સ્થિત રામ મંદિરમાં ભારે ભીડને કારણે મંદિરમાં એન્ટ્રી રોકી દેવાઇ છે. શ્રદ્ધાળુઓને રામ મંદિરના પ્રવેશ દ્વાર પર રોકવામાં આવ્યા. ગર્ભ ગૃહમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નિર્ણય લેવામાં આવ્યો. જણાવી દઇએ કે, સોમવારે પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં મંદિરનું ઉદ્ઘાટન થયુ, તે બાદ આજથી સામાન્ય જનતા માટે મંદિર ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે. વહેલી સવારથી જ ભક્તો મંદિરની બહાર એકઠા થઇ ગયા હતા.

મંગળવારે સવારે 10-11 વાગ્યાની આસપાસ ભીડ વધવાના કારણે રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભક્તોનો પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી મુજબ, મોટાભાગનો સમય લોકર રૂમમાં પસાર થાય છે જ્યાં લોકોને ચપ્પલ, મોબાઈલ અને અન્ય વસ્તુઓ જમા કરાવવાની હોય છે. આ સિવાય પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ લોકોને એલર્ટ કરવા માટે સતત જાહેરાત કરી રહી છે.

અર્ધલશ્કરી દળોને ઘટનાસ્થળે બોલાવવામાં આવી રહ્યા છે અને રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. મંદિરમાં પ્રવેશવા માટે લાંબી લાઇન લાગેલી છે. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ પ્રશાસન વ્યવસ્થા કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સોમવારે રામલલાની નવી મૂર્તિના અભિષેક પ્રસંગે સમગ્ર દેશમાં ધાર્મિક ઉત્સવ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.

આ દરમિયાન, દેશના વિવિધ મંદિરોમાં ભક્તોને ભગવાન રામને સમર્પિત ગીતો અને વિશેષ ભજનો ગાતા સાંભળવામાં આવ્યા હતા તેમજ વિશેષ પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ સ્થળોએ ભંડારા અને રંગોળી જેવા કાર્યક્રમોમાં પણ લોકોએ ભાગ લીધો હતો અને ભગવાન હનુમાનજીની પૂજા કરી હતી.

Shah Jina