ઈંગ્લેન્ડની લાડી લાવ્યો કાઠિયાવાડી યુવક, ગોરી મેમ લગ્ન કરવા પરિવાર સાથે આવી પહોંચી રાજકોટ, આજે બંધાશે ભવોભવના બંધનમાં

ઇંગ્લેન્ડની ભૂરી એલી રાજકોટના કિશન સાથે લગ્ન કરવા દોડી આવી, ધામધૂમથી થયા લગ્ન- જુઓ ફોટા

આજે વેલેન્ટાઇન ડેની ઉજવણી ઠેર ઠેર થતી જોવા મળી રહી છે. ઘણા લોકો આજના દિવસે પોતાના પ્રેમને લગ્નનું નામ આપતા હોય છે અને ભવોભવના બંધનમાં બંધાઇ જતા હોય છે. ત્યારે છેલ્લા થોડા સમયમાં ઘણા એવા લગ્ન સામે આવ્યા, જેમાં કોઇ વિદેશી દુલ્હાએ ભારતની કન્યા સાથે લગ્ન કર્યા હોય અથવા તો ઘણી વિદેશી દુલ્હન ભારતીય યુવકને દિલ આપી બેઠી હોય અને તેની સાથે લગ્ન કરવા સાત સમુદ્ર પાર ભારત આવી હોય.

ત્યારે આજે રાજકોટનું એક કપલ ઘણુ ચર્ચામાં છે. ઇંગ્લેન્ડની એક યુવતી રાજકોટના યુવક સાથે લગ્ન કરવા માટે ભારત આવી પહોંચી છે અને આ અનોખા લગ્ન રાજકોટની સયાજી હોટલમાં થઇ રહ્યા છે. જ્યાં રાજકોટનો કિશન વેડીયા અને ઇંગ્લેન્ડની ઈલી હીંચિંગ એક બીજા સાથે સાત ફેરા ફરીને ભવો ભવના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે.

તેઓ આજે એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. લગ્ન પહેલા બંનેની રિંગ સેરેમની પણ થઇ હતી. ત્યારે ગોર મહારાજની હાજરીમાં કિશન અને એલીની સગાઈમાં એલીને ચૂંદડી ઓઢાડવામાં આવી અને તેના હાથમાં શ્રીફળ પણ આપવામાં આવ્યુ. આ ઉપરાંત છાબની વિધિ પણ યોજવામાં આવી હતી. તે બાદ કિશન અને એલીએ એક બીજાને વીંટી પહેરાવી રિંગ સેરેમનીની રસ્મ પૂર્ણ કરી હતી.

કિશનના સગા સબંધીઓ અને મિત્રો આ સગાઈ અને લગ્નને લઇને ઘણા આતુર હતા. કિશનના પિતા અનુસાર, તેમનો દીકરો ઇંગ્લેન્ડ ભણવા ગયો અને ત્યાં સાથે અભ્યાસ કરતી એલી સાથે તેને પ્રેમ થઇ ગયો અને તેણે લગ્ન માટે વાત કરી. એલીના પરિવારજનો પણ ખાસ રાજકોટ આવ્યા અને રાજકોટ આવતા જ આપણી સંસ્કૃતિ, ક્લચર, ફૂડ અને બધું જોઈ એલીના પરિવારજનો પ્રભાવિત થઇ ગયા.

જે બાદ તેમણે જ રાજકોટમાં ભારતીય સંસ્કૃતિ મુજબ સગાઈ અને લગ્ન કરવા આગ્રહ રાખ્યો અને આજે એલી અને કિશન બંને એકમેકના થવા જઇ રહ્યા છે.ઇંગ્લેન્ડની કન્યા ઈલીએ જણાવ્યું હતું કે તે કિશનને સ્કૂલના સમયથી પ્રેમ કરતી હતી અને હવે તેમનો આ પ્રેમ સંબંધ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યો છે. આ લગ્નથી તે ખુબ જ ખુશ છે. તો વરરાજા કિશને પણ આ લગ્નથી ખુશ હોવાની વાત જણાવી હતી,

તેણે એમ પણ જણાવ્યું કે પ્રેમમાં કોઈ સરહદો નથી હોતી અને તે ઈલી સાથે યુકેમાં ભણતો હતો ત્યારે જ તેમની વચ્ચે પ્રેમ થઇ ગયો હતો અને તે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય પણ લઇ લીધો હતો.આ અનોખા લગ્નમાં સહભાગી બનેલા કન્યાના માતાએ પણ જણાવ્યું હતું તેઓ ભારત અને ખાસ હિન્દૂ સંસ્કૃતિથી ખુબ જ પ્રભાવિત થયા છે અને તેના કારણે જ તેઓ લગ્ન કરવા માટે રાજી થયા છે.

તો કન્યાના પિતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હવે સમય બદલાઈ રહ્યો છે અને આ બદલાતા સમય સાથે દેશની સ્થતિ પણ બદલાઈ રહી છે. આજે વિદેશથી લોકો ભારત તરફ પણ આકર્ષાઈ રહ્યા છે.

Shah Jina