અનંત અને રાધિકાની સગાઈ રિંગ લઈને આવ્યું પાલતુ શ્વાન, નીતા અંબાણીએ પોતાના શાનદાર ડાન્સથી માહોલ બનાવ્યો રંગીન, જુઓ વીડિયો

એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંથી એક એવા મુકેશ અંબાણીના પરિવાર માટે ગઈકાલનો દિવસ ખુબ જ ખાસ હતો. ગઈ કાલે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઈ જાણીતા ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે થઇ હતી,

જેમાં ઘણી બધી મોટી મોટી હસ્તીઓએ હાજરી આપી અને તેની ઘણી તસવીરો તેમજ વીડિયો પણ સામે આવ્યા. આ સગાઈનું આયોજન મુકેશ અંબાણીના આલીશાન હાઉસ એન્ટિલિયામાં જ કરવામાં આવ્યું હતું, ત્યારે આ સગાઈને ખાસ બનાવવામાં અંબાણી પરિવારે કોઈ કસર બાકી નહોતી રાખી.

ત્યારે આ દરમિયાન આ સગાઈનો એક સૌથી ખાસ વીડિયો પણ સામે આવ્યો છે, જે લોકોના દિલ જીતી રહ્યો છે અને સાથે જ આ વીડિયોને જોઈને લોકો પણ અંબાણી પરિવારની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

સામે આવેલા વીડિયોમાં અનંત અને રાધિકા સગાઈ માટે સ્ટેજ પર ઉભેલા જોઈ શકાય છે, અને એનાઉન્સ કરનાર યુવતી સગાઈની રિંગ માટે કહે છે ત્યારે જ અંબાણી પરિવારનું ફેમેલી ડોગ સગાઈની રિંગ લઈને આવતું જોવા મળે છે. પાલતુ ડોગનો કેર ટેકર તેને પગથિયાંમાંથી લઈને આવે છે અને પછી તેનો બેલ્ટ ખુલ્લો મુકતા જ તે સ્ટેજ પર અનંત અંબાણી પાસે પહોંચી જાય છે. આ દરમિયાન પરિવારના બધા જ સદસ્યો ખુબ જ ખુશ થઇ જાય છે.

સગાઈ બધા બંને પરિવાર ખુબ જ ખુશ દેખાય છે અને પછી નીતા અંબાણી પણ મુકેશ અંબાણી સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે આખો પરિવાર પણ ડાન્સ કરવામાં જોડાયા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન પરિવારની ખુશી પણ સાતમા આસમાને છે. બધા જ ફૂલો વરસાવી, હાથમાં હાર્ટ શેપનું પોસ્ટર રાખીને  ડાન્સના રંગમાં રંગાઈ જાય છે.

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના નાના દીકરા અનંતના લગ્નમાં તેના કાકા અનિલ અંબાણી અને કાકી ટીના અંબાણી પણ પહોંચ્યાં હતાં. બંને ટ્રેડિશનલ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહ્યા હતાં. આ સાથે સ્પોર્ટ્સ અને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. એમાં સચિન તેંડુલકર, અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય, શ્રેયા ઘોષાલ સહિત ઘણા દિગ્ગજો સામેલ હતાં.

Niraj Patel